અમદાવાદ: અમદાવાદમાં AUDAએ BU પરમિશન, ફાયર NOC વગરની 750 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. આ બિલ્ડીંગો માટેની BU પરમિશન અને ફાયર NOC 15 દિવસની અંદર જમા કરાવવાની રહેશે. એટલું જ નહીં.. આ સમયગાળા દરમ્યાન બિલ્ડીંગનો ઉપયોગ ન કરવા માટે પણ નોટિસમાં તાકીદ કરાઇ છે.. આ દરમ્યાન જો બિલ્ડીંગમાં દુર્ઘટના કે અકસ્માતની ઘટના બનશે તો જે તે માલિક જવાદાર ગણાશે તેવું પણ કહેવાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AUDA પાઠવેલી નોટિસોમાં 15 દિવસની અંદર બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન અને ફાયર NOC સબમિટ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે સુચનાનું પાલન કરવામાં નહીં આવેતો ગંભીર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જે અતર્ગત જગ્યા સીલ પણ કરવામાં આવી શકે છે.
સરકારે ઇમ્પેક્ટ ફીની જોગવાઈ પણ લાવી છે. છતાં બહુ ઓછા લોકોએ અનધિકૃત ઇમારતોને નિયમિત કરવા માટે અરજી કરી છે. AUDA ની નોટિસ મુજબ, BU પરમીશન અથવા ફાયર NOC વગરની ઇમારતોએ 15 દિવસની અંદર અરજી કરવી જરૂરી છે. આ સમયગાળા દરમિયાન, તેઓ ઇમારતનો ઉપયોગ કરી શકશે નહીં.
આ તમામ ઇમારતોને 25 દિવસ અગાઉ જ નોટિસો પાઠવી દેવામાં આવી હતી પરંતુ તેઓએ તેનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો તેવું પણ સામે આવ્યું છે જેને પગલે ઔડાએ હવે કડક પગલા લેવાની તૈયારી કરી છે.
રાજકોટ જેવી દુર્ઘટના અટકાવવા માટે આ પગલા ભરવામાં આવ્યા છે. જો આવી કોઈ ઘટના બનશે, તો બિલ્ડીંગના માલિકને જવાબદાર ઠેરવવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.