27.3 C
Gujarat
Sunday, August 17, 2025

શું અમદાવાદમાં બે દિવસ વીજળી ગુલ થશે…? જાણો ટોરેન્ટ પાવરે શું સ્પષ્ટતા કરી ?

Share

અમદાવાદ : અમદાવાદમાં લાઈટ જશે.. અમદાવાદમાં વીજળી ગુલ થશે… ભર ઉનાળે આવા સમાચારથી લોકો હાલ પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. અમદાવાદમાં 2 અને 3 મેના રોજ લાઈટ જશે તેવી ટોરેન્ટ પાવરના સમાચાર વહેતા થતા ટોરેન્ટ પાવરને સ્પષ્ટતા કરવી પડી છે. અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા જણાવવામા આવ્યું છે કે, 2 અને 3 મેના રોજ અમદાવાદમાં વીજળી ગુલ થવાનો દાવો ભ્રામક છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને લઈ સ્પષ્ટ્રતા કરવામાં આવી છે જેમાં 2 અને 3 મેના રોજ અમદાવાદમાં વીજળી ગુલ થવાનો દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો હતો. ટોરેન્ટ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રકારની વીજળી ગુલ થવાનું આયોજન નથી. નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે.

ટોરેન્ટ પાવર દ્વારા મેસેજ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં દ્વારા જણાવાયું કે, અમદાવાદમાં કોઈ પણ પ્રકારની વીજળી ગુલ થવાનું ટોરેન્ટ પાવરનું આયોજન નથી. માત્ર નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે. તે ટ્રાન્સફોર્મર દ્વારા વીજળી મેળવતા ગ્રાહકોને અસર પહોંચશે. આ કામગીરી લગભગ ત્રણ કલાક ચાલવાની ગણતરી છે અને કામ પૂર્ણ થયા પછી વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવશે.

2 મેના રોજ આ વિસ્તારોમાં ત્રણ કલાક વીજ પુરવઠો રહેશે વીજ પુરવઠો બંધ
બીબી તળાવ વટવા, નવકાર એમો પ્લાન્ટ-TR હામજા નગર-TR, બુદ્ધાન પાર્ક-TR-૧, અમન પ્લાઝા-CSS, વિસત રાઇચંદનગર-TR, મોટેરા સુર્ય શ્રીજ-TR-1, ઓઢવ ટર્મિનસ મારૂતિ એસ્ટેટ-PMT, રાયપુર ઝંકાર એપાર્ટ-TR, રાયપુર-TR-1, ઘાટલોડીયા શાયોના પુષ્પ રેસીડેન્સી-SS,શિવરંજની વિમા નગર-SS, રામદેવનગર દ્વારકેશ થલતેજ-CSS, હાટકેશ્વર ડેપો: રામ રથ-SS, લાંભા એનઆઈડીસી-SIS માં ત્રણ કલાક વીજળી નહીં હોય.

3 મે ના રોજ આ વિસ્તારોમાં ત્રણ કલાક વીજ પુરવઠો રહેશે વીજ પુરવઠો બંધ
ભૈરવનાથ થી મીરા સિનેમા રોડા દેવીશ્યામ કોમ્પલેક્ષ-TR, શ્રીજી ઇન્કા-PMT, ઢોર બજાર, -વાડજ કાવેરી એપાર્ટમેન્ટ-TR, રીલીફરોડ પત્થરકુવા: વિશાલ કોમ્પલેક્ષ (કોમ)-TR, સરદાર પટેલ સ્ટેડીયમ: CAT (સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ)-SS, જીવરાજ પાર્કઃ શૈવાલી ટ્વીન્સ (મોનાપાર્ક જીવરાજપાર્ક)-SS માં ત્રણ કલાક વીજળી નહીં હોય.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles