અમદાવાદ : અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં અને નરોડા રેલવે ઓવરબ્રિજથી એસ.પી. રિંગ રોડ સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરીયા પિકનિક હાઉસ પાસે નાગરિકો માટે ફૂડપાર્ક બનશે.ત્રણ પ્રકારની ફૂડ સ્ટોલ વેપારીઓને ફાળવવામાં આવશે. ટોયલેટ બ્લોક અને પાર્કિંગ સહિતની સુવિધાઓ સાથે ફૂડપાર્ક બનાવવામાં આવનાર છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર બ્રિજથી ઘેવર સર્કલ થઈને ડફનાળા સર્કલ સુધીનો રોડ જ્યારે પૂર્વ વિસ્તારમાં એસ.પી. રીંગ રોડથી હિંમતનગર અને ઉત્તર ગુજરાતથી આવનારા લોકોના પ્રવેશ દ્વાર એવા એસ.પી. રીંગ રોડથી નરોડા રેલવે ઓવરબ્રિજ સુધીના બ્રિજને આઇકોનિક રોડ ડેવલોપ કરવામાં આવનાર છે. બંને રોડની લંબાઈ બે-બે કિલોમીટર જેટલી છે. પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ, અત્યારે આધુનિક બસ સ્ટેન્ડ વગેરે જેવી સુવિધાઓ તેમાં રાખવામાં આવશે.
બંને આઇકોનિક રોડ કુલ 64 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આઇકોનિક રોડમાં મોડર્ન રોડ ડિઝાઇન, પેડિસ્ટ્રિયન, પાર્કિંગ, પબ્લિક સિટિંગ પાસે બેન્ચ અને સ્ટ્રીટ ફર્નિચર સાથે, ગ્રીનરી અને ફૂલો સાથેનું લેન્ડસ્કેપિંગ વગેરે બનાવવામાં આવશે. શાહીબાગ અને નરોડા વિસ્તારમાં બનનારા આઇકોનિક રોડ બનાવવા માટે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. રીંગ રોડ પરથી શહેરમાં આવનારા લોકોને પ્રવેશ દ્વાર તરીકે આઇકોનિક રોડ મળશે.
શહેરમાં ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સુધીનો રોડ અને રાજપથ રંગોલી રોડનો આઇકોનિક રોડ તરીકે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યો છે, અન્ય બે રોડ પણ બનાવવામાં આવનાર છે. શાહીબાગનો રોડ સિવિલ હોસ્પિટલ, યુ.એન મહેતા અને રાજસ્થાન હોસ્પિટલ તેમજ એરપોર્ટ તરફના જોડાયેલા છે અને નરોડાનો રોડ રિંગ રોડથી શહેરમાં પ્રવેશ થતો હોય છે, જેથી સ્ટ્રીટ ફોર પીપલને રોડ બનાવવામાં આવનાર છે.