અમદાવાદ : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહેલા PM નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે.અમદાવાદમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. ભાજપ સંગઠન દ્વારા PM મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટથી ઇંદીરા બ્રીજ સુધીનો રોડ શો યોજાશે. અમદાવાદ ભાજપ શહેર સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંદાજિત 50,000 જેટલા કાર્યકર્તા PMના રોડ-શો દરમિયાન ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ભાજપ દ્વારા PM મોદીનાં સ્વાગત માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 26 મી તારીખે PM જ્યારે એરપોર્ટ પર ઉતરશે ત્યાર બાદ 06.30 બાદ તેઓનાં રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી ઇંદીરા બ્રીજ સુધીના રોડ શોનું આયોજન કરી રહ્યા છે. જેમાં PM નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રા પણ આ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શોમાં 20 જેટલા સ્ટેજ બાંધવામાં આવશે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ લેબરી સર્કલ સુધી તિરંગા લગાવવામાં આવ્યા છે.ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો અને સાંસદો પણ આ રોડ શોમા હાજર રહેશે.
PM ના રોડ શો માટે અમદાવાદ ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં લોકોને આ રોડ શોમાં હાજર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આશરે 50 હજારથી પણ વધારે લોકો આ રોડ શોમાં હાજર રહે તેવી સંભાવના ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ રોડ શો માટે અલગ અલગ થીમ પર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. રોડ શો લઈને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.