Home અમદાવાદ અમદાવાદ મેટ્રોને IPL ફળી, માત્ર 9 જ દિવસમાં થઈ આટલા કરોડની આવક, 15 લાખથી વધુ લોકોની મુસાફરી

અમદાવાદ મેટ્રોને IPL ફળી, માત્ર 9 જ દિવસમાં થઈ આટલા કરોડની આવક, 15 લાખથી વધુ લોકોની મુસાફરી

0
અમદાવાદ મેટ્રોને IPL ફળી, માત્ર 9 જ દિવસમાં થઈ આટલા કરોડની આવક, 15 લાખથી વધુ લોકોની મુસાફરી

અમદાવાદઃ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોની સુવિધા પ્રમાણમાં ઓછી ઉપયોગમાં લેવામાં છે, પરંતુ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી ક્રિકેટ મેચ સમયે લોકોની પહેલી પસંદ મેટ્રો બની જાય છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લીધે લોકો સ્ટેડિયમ સુધી જવા માટે મેટ્રોની મુસાફરી પસંદ કરે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં IPL ની 9 મેચ દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહીં અમદાવાદ મેટ્રોને માત્ર 9 દિવસમાં 2 કરોડથી વધુની આવક પણ થઈ છે.IPL ની 9 મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંકડાઓની વાત કરીએ તો 25 માર્ચના રોજ 1,59,923 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 21.74 લાખની આવક થઈ હતી. ત્યારબાદ 29 માર્ચના રોજ 1,83,618 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 30.90 લાખની આવક થઈ હતી.

9 એપ્રિલના રોજ 1,72,248 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 24.15 લાખની આવક થઈ હતી. 19 એપ્રિલના રોજ 1,65,551 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 19.43 લાખની આવક થઈ હતી. 2 મેના રોજ 1,97,388 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 29.30 લાખની આવક થઈ હતી. તેવી જ રીતે 22 મેના રોજ 1,21,475 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 17.51 લાખની આવક થઈ હતી. 25 મેના રોજ 1,48,192 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 18.09 લાખની આવક થઈ હતી.

1 જૂનના રોજ 1,45,654 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 22.31 લાખની આવક થઈ હતી.3 જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન 2,13,336 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 32.12 લાખની આવક થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here