Home અમદાવાદ અમદાવાદમાં વધુ 7 રોડ આઇકોનિક બનશે, કેનયુગ સર્કલથી એસજી હાઈવે સુધી ઓલિમ્પિકની થીમ

અમદાવાદમાં વધુ 7 રોડ આઇકોનિક બનશે, કેનયુગ સર્કલથી એસજી હાઈવે સુધી ઓલિમ્પિકની થીમ

0
અમદાવાદમાં વધુ 7 રોડ આઇકોનિક બનશે, કેનયુગ સર્કલથી એસજી હાઈવે સુધી ઓલિમ્પિકની થીમ

અમદાવાદ : શહેરમાં પ્રવેશવાના સાત રસ્તાને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવાશે. અત્યારે ચાર રોડની કામગીરી શરૂ થઈ ગઈ છે, જ્યારે ત્રણ રોડની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે, જેમાંથી કેનયુગથી શ્યામલ ચાર રસ્તા થઈ એસજી હાઈવે તરફના 3.3 કિમીના રસ્તાને ઓલિમ્પિક થીમ પર ડેવલપ કરાશે. આ રોડ પર મોટા ભાગનાં જંક્શન પર ઓલિમ્પિક રમતોને લગતી થીમ હશે. સૌથી પહેલો આઇકોનિક રોડ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફનો તૈયાર કરાયો છે. પીપીપી મોડલ પર તૈયાર થયેલા આ રોડની કામગીરી હજુ પણ ચાલી રહી છે.

રસ્તાની હાલની પહોળાઈ પ્રમાણે 3 લેનનો રોડ બનાવાશે.
સેન્ટ્રલ મીડિયમની પહોળાઈ 1થી 1.5 મીટર રખાશે, જ્યાં વૃક્ષ ઉગાડી હરિયાળો બનાવાશે.
રસ્તાની બંને તરફ વોકવે હશે, જે વૃક્ષોને કારણે ગ્રીન વોકવે
2થી 3 મીટર પહોળા ફૂટપાથ નાગરિકોને ચાલવા મળશે
અલગ અલગ રોડની અલગ અલગ થીમ આધારીત વિકાસ થશે.
રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે
જો રોડની પહોળાઈ વધારે હોય તો સર્વિસ રોડ બનાવાશે
વિવિધ સ્થળે થીમ આધારિત લેન્ડસ્કેપ (ગ્રીન સ્પેસ) વિકસાવાશે
આકર્ષક લાઇટિંગ
બફર ઝોનમાં દુકાનો, ગજેબો, બેન્ચ, વોકિંગ ટ્રેક, સ્કલ્પચર્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા પણ હશે

પહેલાંના આઇકોનિક રોડમાં શું ખામી હતી?
અઢી કિમી રસ્તાને ચાલતા ક્રોસ કરવાની પણ જગ્યા ન હોવાથી પાછળથી રસ્તો ક્રોસ કરવા માટે પુલ બનાવાયા હતા
પહેલા વરસાદમાં જ પાણી ભરાયાં હતાં, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હતી.
પ્રથમ કામ ખૂબ જ ઝડપભેર પૂર્ણ થયું, પણ બાદમાં નાગરિકોની સુવિધા માટેની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.

આ રોડનું કામ શરૂ
નરોડા મુક્તિધામથી દહેગામ જંક્શન, અંતર 2.7 કિમી
ઇસ્કોનથી પકવાન જંક્શન, અંતર: 1.47 કિ.મી
વિસત સર્કલથી તપોવન સર્કલ, અંતર: 2.4 કિ.મી
આશ્રમ રોડ, અંતર: 5.11 કિ.મી

9 બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરાશે
શહેરના વધુ નવ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યા પર મ્યુનિ. બોક્સ ક્રિકેટ સહિત વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરશે. આ સિવાય ફ્લાયઓવર નીચે લેન્ડસ્કેપ ગાર્ડન, બેઠક વ્યવસ્થા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ સ્ટોલ ઊભા કરાશે. હાલ સિમ્સ બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલે છે.

– દિનેશ ચેમ્બર ફ્લાયઓવર , બાપુનગર
– રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓ‌વર, ઓઢવ
– ઘોડાસર ફ્લાયઓવર, ઘોડાસર
– અંજલિ ફ્લાયઓ‌વર, વાસણા
– લાલાપીર રેલવે ઓવરબ્રિજ, શાહીબાગ
– ગુરુજી રેલવે ઓ‌વરબ્રિજ, મણિનગર
– ગુજરાત કોલેજ રેલવે બ્રિજ, એલિસબ્રિજ
– પેલેડિયમ મોલ પાસે તથા કારગીલ જંક્શન પાસે (નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી પછી)
– વકીલ બ્રિજ, બોપલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here