અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં શિવરાજની ચાર રસ્તા પાસે 29 જૂનને રવિવારની રાતે દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. આ દારૂની પાર્ટીમાં નોર્થ ઇન્ડિયાની બે યુવતી અને અમદાવાદના ચાર યુવક ગોળ કુંડાળું વળીને ફ્લાઈટમાં દારૂની મહેફિલ મળી રહ્યા હતા. આ સમયે જ કોઈએ પોલીસને જાણ કરી હતી અને સમગ્ર બાબત સામે આવી હતી. આ રેડમાં પોલીસે સ્થળેથી વોડકાની બોટલ પણ મળી આવી હતી, તો પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સેટેલાઈટમાં પોલીસે PG ફ્લેટમાં ચાલકી મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યાની ઘટના બની છે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ સંગાથ ટાવરમાં PG અને ભાડામાં ફ્લેટોમાં દારુની મહેફિલ ચાલતી હોવાની બાતમી સ્થાનિક પોલીસને પ્રાપ્ત થઈ હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા પોશ વિસ્તારમાં ચાલતી દારુની મહેફિલનો પર્દાફાશ થયો છે. પોલીસે દારુની મહેફિલની મોજ માણી રહેલા 6 યુવકો અને 1 યુવતીને મહેફિલની મોજ માણતા ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ નબીરાઓ PG અને ભાડામાં ફ્લેટોમાં દારુની મહેફિલ કરતા હતા. પોલીસે સમગ્ર મામલે દારુની બોટલ સહિત પાર્ટીનો સામાન કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પોશ વિસ્તારમાં દારૂની મહેફિલ ઝડપાતી રહે છે અને પોલીસ આવી મહેફિલમાં કાર્યવાહી પણ કરતી હોય છે, PG રાખીને ભાડે રહેતા યુવક-યુવતીઓ આ રીતની પાર્ટી કરતા રહેતા હોય છે, ત્યારે સેટેલાઈટ પોલીસે પણ દારૂની મહેફિલમાં કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂની 2 ખાલી બોટલ અને દારૂ પાર્ટીનો સામાન જપ્ત કર્યો છે, પોલીસે તમામ લોકોનો મેડિકલ રીપોર્ટ પણ કરાવ્યો છે અને જે PGમાં રહેતા હતા તેના સંચાલકને પણ જાણ કરવામાં આવી છે.