અમદાવાદ : ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા શાળામાં (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી. કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. જેમકે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુરુપૂર્ણિમાનાં પવિત્ર તહેવાર નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા શાળામાં (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો. નેહાબેન પટેલ હાજર રહ્યા હતા. તેઓએ બાળકોને જીવનમાં સારા ગુરુનું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના 400 થી વધુ બાળકોએ ભાગ લીધો મીઠું મોં કરાવી વિધાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. આ કાર્યક્રમનું ખાસ આકષર્ણ એ જોવાનું હતું કે વિધાર્થીઓએ ગુરુ સમાન શિક્ષકોનું તિલક કરી સન્માન કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય બહેને વિધાર્થીઓને સુભાશીષ પાઠવી અને જીવનમાં સારા ગુરુ મળે તેવી ભાવના વ્યક્ત કરી હતી.