અમદાવાદ : ગુજરાતની શુભાંગી સિંહ, એશિયન ફુટબોલ ચેમ્પીયનશીપ કપ-2026 તૈયારીના ભાગરૂપે ભારતની મહિલા ટીમ તાશ્કંદમાં તા.13/07/2025 અને તા.16/07/2025 ના રોજ ઉઝબેકિસ્તાન સામે બે ફેન્ડલી મેચ રમવા ગત 10 જુલાઇએ બેંગ્લુરથી રવાના થઇ હતી અને ટીમના હેડ કોચ સ્વીડનના જોકીમ એલેકઝાડર્સન છે. ગુજરાતની શુભાંગીસિંહ વિદેશની ધરતી પર ફુટબોલ રમતી જોવા મળશે.
મૂળ ઉતર પ્રદેશના વતની એવા સતીષ સિંઘ 14 વર્ષ પહેલા નોકરી માટે ગુજરાત આવ્યા હતા અને તેઓ પરિવાર સાથે ગુજરાત રાજયમાં આવેલ સુરતના તાપી જીલ્લામાં આવેલ સોનગઢમાં વસ્યા હતા અને શુભાંગી સિંઘએ નવ વર્ષની ઉંમરે ફુટબોલ રમવાનુ શરૂ કર્યુ હતુ અને સિંઘાનીયા પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરતી હતી અને સ્કુલ તરફથીએ શુભાંગીએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો ત્યાંથી શુભાંગીની ફુટબોલની પ્રથમ સફર શરૂ થઇ. શુભાંગીએ સુબ્રોટો મુખર્જી કપ સહિતની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને શુભાંગીએ અગાઉ એજ ગ્રુપની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનુ પ્રતિનિધત્વ કર્યુ છે.
વર્ષ-2018 માં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,(એસએજી) હિંમતનગર સ્થિતિ ફુટબોલ એકેડમીના હેડ કોચ શ્રી મોહસીન મલેકનાઓએ શુભાંગી સિંઘને ફુટબોલ ખેલાડી તરીકે પસંદગી કરી એક મોટુ ઉદાહરણ આપ્યુ છે અને શ્રી મોહસીન મલેકનાઓએ મહિલા ફુટબોલ ખેલાડીઓની સાથે શુભાંગી સિંઘને ઉચ્ચ સ્તરીય કોચીંગ આપેલ છે. તેઓએ કોચીંગ આપવામાં પોતાની નિષ્ઠાપુર્વક અને યોગદાન આપી ખુબજ મોટી ફરજ અદા કરેલ છે અને ફુટબોલ કોચ શ્રી મોહસીન મલેકનાઓએ શુભાંગીને ફુટબોલ ખેલાડી તરીકે સિલેક્શન કરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,(એસએજી) ગાંધીનગર અને ગુજરાત રાજયનુ ગૌરવ વધારેલ છે.
શુભાંગી સિંઘ વર્ષ-2018 થી વર્ષ-2022 સુધી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,(એસએજી) હિંમતનગર ખાતે એકેડમીમાં રહીને ફુટબોલની તાલીમ સાથે અભ્યાસ પણ કરેલ. તેના રહેવા જમવા તેમજ અભ્યાસ અને તાલીમનો તમામ ખર્ચ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,(એસએજી) ગાંધીનગર નાઓએ કરેલ છે.હાલમાં શુભાંગી સિંઘ સને-2023 થી ગોકુલમ કલબ,કેરાલા ખાતે રહીને ફુટબોલની તાલીમ સાથે સ્પોર્ટસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. તેના રહેવા જમવા તેમજ અભ્યાસ અને તાલીમનો તમામ ખર્ચ ગોકુલમ કલબ, કેરાલા નાઓ કરે છે.
ભારતની ભુમિ પર યોજાનારા ફિફા અંડર-17 મહિલા વલ્ડ કપમાં ભાગ લઇ ચુકી છે અને “સાફ” ચેમ્પીયનશીપમાં ભારતની અંડર-20 ટીમની વાઇસ કેપ્ટન રહી ચુકી છે. આ સાથે શુભાંગી જુનિયર કે સિનિયર સ્તરે ફિફા વલ્ડ કપમાં ભાગ લેનારી ગુજરાતની સૌપ્રથમ ખેલાડી બની જશે અને ભારતીય અંડર-17 મહિલા ફુટબોલ ટીમની સેન્ટર મીડ ફિલ્ડર શુભાંગી હાલમાં ટીમની સાથે ફિફા વલ્ડ કપ અંડર-20 ની તૈયારી કરી રહી છે.
શુભાંગી સિંઘે ભારત અંડ૨-20 ફુટબોલ ટીમમાં સ્થાન મેળવેલ છે તા.06/08/2025 થી તા.10/08/2025 દરમ્યાન મ્યાન્મારમાં યોજાનારી એશિયન ફુટબોલ ચેમ્પીયનશીપ એશિયા કપ-2026 ની તૈયારીના ભાગરૂપે ભારતની મહિલા ટીમ તાશ્કંદમાં તા.13/07/2025 અને તા.16/07/2025 ના રોજ ઉઝબેકિસ્તાન સામે બે ફેન્ડલી મેચ રમવા 10 જુલાઇએ બેંગ્લુરથી રવાના થઇ હતી અને ટીમના હેડ કોચ સ્વીડનના જોકીમ એલેકઝાડર્સન છે.
શુભાંગી સિંઘનાઓએ માતૃશ્રી ગ્યાનમતી સિંધ તથા પિતાશ્રી સતીષ સિંધ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગરના ફુટબોલ કોચ શ્રી મોહસીન મલેક તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર નાઓનુ નામ રોશન અને ગૌરવ વધારેલ છે. ભારત દેશ ગુજરાત રાજયમાં સુરતના તાપી જીલ્લામાં આવેલ સોનગઢ અને ફુટબોલની રમત તથા તથા ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોશીએશનનુ પણ નામ રોશન તથા ગૌરવ વધારેલ છે. ગુજરાત રાજયની દિકરી શુભાંગી સિંઘને ભારત દેશના ફુટબોલ પ્રેમીઓએ ખુબ ખુબ અભિનંદન આપેલ છે.