અમદાવાદ : આજથી સમગ્ર દેશમાં પ્રી-પેક્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ પર 5 ટકા GSTનો અમલ શરૂ થઈ ગયો છે, જેના કારણે હવે અનેક પ્રોડક્ટસમાં ભાવવધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ તેની સૌથી પ્રથમ શરૂઆત અમુલ દ્વારા કરી દેવામાં આવી છે. અમુલ દ્વારા પોતાની દહી, છાશ, લસ્સી સહિતની પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો ઝીંકો દીધો છે. નવો ભાવવધારો આવતીકાલથી જ લાગુ કરી દેવામાં આવશે. અમૂલ દ્વારા મસ્તી દહીં 400 ગ્રામના પેકમાં 2 રુપિયાનો વધારો કરાયો છે, જ્યારે મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો
મસ્તી દહીં 200 ગ્રામ કપમાં 1રૂપિયાનો વધારો
મસ્તી દહીં 400 ગ્રામ કપમાં 2 રૂપિયાનો વધારો
છાસ 500 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો
છાસ 170 મિલી પાઉચમાં 1રૂપિયાનો વધારો
અમુલ લસ્સી 170 ગ્રામ પાઉચમાં 1રૂપિયાનો વધારો
અમૂલની વિવિધ પ્રોડક્ટ પર થયેલો ભાવ વધારો આવતી કાલથી લાગુ થશે. અને નવી કિંમતો અનુસાર ગ્રાહકોએ અમુલના મસ્તી દહીં, છાસ અને લસ્સી પર ચૂકવવાના રહેશે. જોકે આ ભાવ વધારાના પગલા જનતાને પેટ્રોલ, ડીઝલ બાદ વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.