અમદાવાદ: શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ તૂટી પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાવ્યો છે અને હાઉસિંગ બોર્ડની જર્જરિત ઇમારતોની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. ઘટના બાદ AMC એ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી, અને રહેવાસીઓને નોટિસ પાઠવી સલામતી માટે મકાનો ખાલી કરવા સૂચના આપી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડીયામાં પોલીસ સ્ટેશન સામે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલુ છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો.
ફાયર બ્રિગેડ અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બ્લોકમાં મોટી તિરાડો પડી હતી. આ જ કારણએ આખો બ્લોક તૂટી પડવાનું જોખમ રહેલું છે. સાવચેતીના ભાગરૂપે, રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે સૂત્રો મુજબ તૂટેલ બ્લોક સિવાયના મકાનોના બાંધકામની સ્થિતિની તપાસ શરૂ કરી છે.
ફાયર બ્રિગેડ અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બ્લોકમાં મોટી તિરાડો જોવા મળી, જેના કારણે આખો બ્લોક તૂટી પડવાનું જોખમ રહેલું છે. સાવચેતીના ભાગરૂપે, રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાંધકામની સ્થિતિની તપાસ શરૂ કરી.