અમદાવાદ : એસજી હાઇવે પર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોરના કામકાજને લઇને એસ.જી હાઇવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ જતો 100 મીટરનો રોડ આગામી છ માસ માટે બંધ રહેશે. આ નિર્ણય નેશનલ હાઇવે ડિવિઝન (અમદાવાદ) દ્વારા લેવામાં આવ્યો છે. આ જગ્યાએ બ્રિજના પિલ્લરો તૈયાર થઇ ગયા છે, અને હવે તેના પર ગર્ડર લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. જે આગામી છ માસ સુધી ચાલશે. વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામાં મુજબ, શહેરના એસ.જી.હાઈવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાય.એમ.સી.એ. ક્લબ તરફ જતો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ 6 માસ સુધી બંધ રહેશે.આ રસ્તો બંધ થતા સાણંદ, સરખેજ તરફથી આવતા નાના -મોટા વાહનનો ટ્રાફિક YMCA ક્લબ તરફથી ડાબી બાજુ વળીને ભગવાન સર્કલથી જમણી બાજુ વળશે ત્યાંથી ઝવેરી સર્કલ થઇ જમણી બાજુ વળી કર્ણાવતી ક્લબથી એસજી હાઇવે પર અલગ-અલગ માર્ગો પર જઇ શકાશે.
વૈકલ્પિક માર્ગ
ગાંધીનગરથી સરખેજ તરફ જતા ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ઝુંડાલ ચોકડીથી જમણી બાજુ વૈષ્ણવદેવી બ્રિજ થઈ ને સરખેજ જવું.
સરખેજથી ગાંધીનગર તરફ આવતા વૈષ્ણવદેવી બ્રિજ થી ડાબી બાજુ જઈને ઝુંડાલ ચોકડીથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ને ઉવારસદ બ્રિજ નીચે થી જમણી બાજુ થી ગાંધીનગર તરફ આવવાનું રહેશે.
ગાંધીનગરથી સરખેજ તરફ જતા ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ઝુંડાલ ચોકડીથી જમણી બાજુ વૈષ્ણવદેવી બ્રિજ થઈને સરખેજ જવું.