30.1 C
Gujarat
Friday, August 1, 2025

અમદાવાદમાં PG સંચાલકો માટે જાહેર કરાયા નિયમો, AMCના આ વિભાગોની મંજૂરી ફરજિયાત કરાઈ

Share

અમદાવાદ : શહેરમાં અનેક સોસાયટીઓ PG સેન્ટરને કારણે ત્રસ્ત છે ત્યારે મ્યુનિ.એ પીજી માટે નવી પોલિસી જાહેર કરી છે. PG ને પણ હવે હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવી લીધી છે. જેને કારણે PG ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતાં જીડીસીઆરના નિયમોનું પાલન કરવું પડશે. અને જો પાલન ન થાય તો મ્યુનિ. આવા PG બંધ કરાવી દેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને SOP જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી NOC લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી એએમસી દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે. PG સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. આ નવા નિયમોથી સોસાયટીઓમાં PGના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે.

PG સંચાલકો માટે જાહેર કરાયા નિયમો…

1) હવેથી કોઈપણ PG આવાસ સોસાયટીના ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) વિના ચલાવી શકાશે નહીં. આ જોગવાઈ PGના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત્તાવાર અધિકાર આપશે.

2) PG ચલાવવા માટે AMC દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી PGમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે.

3) હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે PG સંચાલકોએ 20 ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે.

4) જો કોઈ જગ્યાનો હોમ સ્ટે તરીકે ઉપયોગ કરવો હોય, તો તેના માટે ટુરીઝમ વિભાગ પાસેથી પણ મંજૂરીઓ લેવી ફરજિયાત રહેશે.

5) PGને હવે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે.

6) PG સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે.

7) PG સંચાલકોએ હોસ્ટેલને લગતા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)ના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પીજી કે હોસ્ટેલોને AMC દ્વારા સીલ કરવામાં આવશે અથવા બંધ કરાવવામાં આવશે

આ નવી નીતિ PGના સંચાલનમાં પારદર્શિતા લાવશે અને સોસાયટીના રહીશોને લાંબા સમયથી સતાવી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ આપશે. AMCનો આ નિર્ણય શહેરની અનેક સોસાયટીઓ માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles