અમદાવાદ : અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ જુગારીઓ સક્રિય થયા છે, ત્યારે પોલીસે પણ તેમની સામે કમર કસી છે. શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર PCBએ મોટો દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 18 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અને 4.75 લાખ રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, PCBની ટીમને બાતમી મળી હતી કે, સુભાષબ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બર્સમાં બેઝમેન્ટમાં આવેલી એક ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યો છે. બાતમીના આધારે PCBની ટીમે ઘનશ્યામ ચેમ્બરના બેઝમેન્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કેટલાક લોકો શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયા હતા. કસીનો હોય તેવી રીતે જુગારનો અડ્ડો ધમધમાતો હતો. PCBએ રેડ દરમિયાન 4.75 લાખ રોકડ, 1.52 લાખ રૂપિયાના 17 મોબાઇલ, 6.70 લાખ રૂપિયાની કિંમતની કાર અને બાઇક જપ્ત કર્યા છે.
જુગારધામ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો ચાલવતો હતો. ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં તેની ઓફિસ છે જ્યાં તેણે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે શ્રાવણીયો જુગાર રમાડવાનું શરૂ કર્યુ હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર તમામ ખેલીઓ પાસેથી એક કલાક પ્રમાણે ચાર્જ વસુલ કરતો હતો. ACમાં બેસીને જુગારીઓ બીન્દાસ થઇને જુગાર રમતા હતા ત્યારે PCBએ સપાટો બોલાવ્યો હતો. PCBએ 18 જુગારીઓની ધરપકડ કરીને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
આ કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે પકડાયેલા ઘણા આરોપીઓ અગાઉ પણ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે. પોલીસ સૂત્રો અનુસાર, આ આરોપીઓ નિયમિતપણે આવા ગેરકાયદેસર કૃત્યોમાં સામેલ હોવાનું જણાયું છે. PCBએ આરોપીઓના ગુનાહિત રેકોર્ડની તપાસ શરૂ કરી છે અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
જુગાર રમતા પકડાયેલ આરોપીઓ…
ધર્મેંદ્ર ઉર્ફે મુન્નાભાઇ કોષ્ટી, જુગારનો અડ્ડો ચલાવનાર
અમરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ
હિતેષ કિરણભાઇ પટેલ
કિરણસિંહ લક્ષ્મસિંહ વાધેલા
નરેંદ્રકુમાર ચિમનલાલ પટેલ
વિજયજી રામાજી રાઠોડ
રક્ષીત પ્રહલાદભાઇ પટેલ
સંદિપ કુલદીપભાઇ ચૌધરી
જીતેંદ્ર ધીરજલાલ વોરા
ધાર્મીક કનુભાઇ પટેલ
કરશનભાઇ કાળીદાસ ઠાકોર
દર્શીત રમણીકલાલ પંચાલ
વિનોદ અરવિંદભાઇ પટેલ
વિપુલ અમરતલાલ શાહ
ભોગીલાલ ડાહ્યાભાઇ પટેલ
રૂપા ભુરાજી પટેલ
વિષ્ણુભાઇ હરીભાઇ પટેલ
ભરતભાઇ રામદાસ પટેલ