અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રિડેવલપમેન્ટ માર્ગદર્શિકા-૨૦૧૬ માં સુધારા સહિતની માંગણીઓને લઈને હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ ફેડરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં હાઉસિંગના અસંખ્ય રહીશોએ બ્લેક એન્ડ વાઈટના ડ્રેસ કોડ સાથે એકઠા થઇ સુરમ્ય એપાર્ટમેન્ટ પાસે હાથમાં બેનરો લઇ હાઉસીંગ કમિશ્નર વિરુદ્ધ સુત્ર્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે હાઉસીંગ કમિશ્નરને આવેદન પત્ર આપવા જતા પહેલા જ પોલીસે અનેક લોકોને ડીટેઇન કર્યા હતા.ડીટેઇન કર્યા બાદ શાહીબાગ પોલીસ હેડક્વાટર ખાતે લઇ ગઈ મુક્ત કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
શહેરના નારણપુરા સહીતના હાઉસિંગમાં રેડેવલોપમેન્ટને લઈને અનેક રજૂઆતોનો કોઈ સકારાત્મક જવાબ ન આવતા હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ ફેડરેશન દ્વારા નારણપુરામાં આજે બપોરે મોટી સંખ્યામાં રહીશો રેલી જોડાવવા માટે રોડ પર ઉતરી આવ્યા હતા. નારણપુરામાં આવેલ સુરમ્ય એપાર્ટમેન્ટ ખાતે મોટી સંખ્યામાં રહીશો હાથમાં બેનરો લઇ રેલી સ્વરૂપે હાઉસીંગ કમિશ્નરને આવેદન પત્ર આપવા જાય તે પહેલા જ પોલીસે ડીટેઇન કરી લીધા હતા. ડીટેઇન કર્યા બાદ પોલીસ હેડક્વાટર ખાતે લઇ ગયા બાદ મુક્ત કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
આ અગાઉ રાજ્ય સરકારે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૩ જુલાઇ ૨૦૨૨ થી ૯૦ દિવસ માટે ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો હતો.