અમદાવાદ : આવતીકાલે એટલે તા-12-8-2025 ને મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. મંગળવારે આવતી ચોથને સંકષ્ટી ચોથ પણ કહેવામાં આવે છે. મંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે અમદાવાદના ગણેશ મંદિરમાં સવાર થી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે.
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના શાસ્ત્રી ધર્મેન્દ્ર વ્યાસ અંગારકી ચતુર્થીને લઈને જણાવે છે કે આવતીકાલે એટલે તા-12-8-2025 ને મંગળવાર અને ચતુર્થી છે. એટલે કે અંગારકી ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગાર કી ચોથના દિવસે ઉપવાસ કરી પૂજા, પ્રાર્થના અને આરાધના કરી બાપાના આર્શીવાદ લે છે. તેમની મનોકામના પૂર્ણ કરવા આજનાં દિવસે ખાસ ગણેશ આરાધના કરવામાં આવે છે. કહેવાય છે કે એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર 21 ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે.
અંગારકી ચતુર્થી નિમિત્તે નવા વાડજ આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડશે. મંદિર પ્રશાસને દર્શન અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સવારે 5-00 વાગ્યે મંગળાઆરતી, મહાપૂજા પછી, દિવસભર ધાર્મિક કાર્યક્રમો અને રાત્રે 9-21 કલાકે મહાઆરતી થશે.તો સર્વે ગણેશ ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવે છે.