અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. PM મોદીએ અમદાવાદના નિકોલમાં જનસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે તો તમે રંગ રાખ્યો છે. વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતાને લઇને સેનાની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ સંબોધન શરૂ કરતા કહ્યું કે, અમદાવાદના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આજે તો તમે રંગ રાખ્યો છે. ઘણીવાર વિચાર આવે કે કેવું નસીબ હશે કે આટલો પ્રેમ અને આશીર્વાદ છે.તમામનો આભાર માનું છું.સ્ક્રીન ઉપર મોદી બનીને આવેલા બાળકને જોઈને કહ્યું નાનો નરેન્દ્ર ઊભો થઈ ગયો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશભરમાં ગણેસોત્સવનો અદભુત ઉત્સાહ છે. ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે. મારૂ સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો, તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે.
તેઓએ જણાવ્યું હતું કે હું એરપોર્ટથી આવ્યો ત્યારે ભવ્ય રોડ શો કર્યો. પરંતુ લોકો ધાબા અને બાલકની પર હતા. હું બધે નજર કરતો હતો અને મોટાભાગના ધાબા પર સોલાર રુફટોપ હતા.ગુજરાતમાં જુના ઉદ્યોગોનો વિસ્તાર થઈ રહ્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં હુલ્લડો થતા હતા. વાર તહેવારે ધરતી રક્તરંજિત થઈ જતી હતી.દિલ્લીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કઈ નહોતી કરતી. આજે આતંકવાદી અને તેના આકાઓને છોડતા નથી. ક્યાંય પણ છુપાયા હોય.પહેલગામનો બદલો કેવી રીતે લીધો દુનિયાએ જોયું છે.22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું. આતંકવાદની નાભિ પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર સેનાના શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છા શક્તિનું પ્રતીક બની ગયું.
ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. દેશમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ ઘટી રહી છે અને જ્યારે ટીવી પર વિનાશ લીલા જોઇએ છીએ ત્યારે પોતાને સંભાળવા મુશ્કેલ બની જાય છે. હું તમામ પ્રભાવિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂં છું. પ્રકૃતિનો આ પ્રકોપ માનવજાત માટે, વિશ્વ માટે દેશ માટે પડકાર બન્યો છે. કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકાર સાથે મળીને રાહત અને બચાવના કામમાં જોડાયેલી છે.
આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી ઊર્જા મળી રહી છે અને તેની પાછળ બે દાયકાની મહેનત છે. આજના નવ યુવાન પેઢીએ તે દિવસ જોયો નથી જ્યારે અહીં અવાર નવાર કરર્ફ્યુ લાગેલો હતો, વેપાર કરવો મુશ્કેલ હતો. આજે દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે. ગુજરાતમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ આપણે ચારે તરફ જોઇ રહ્યા છીએ. આખુ ગુજરાત આ જોઇને ગર્વ કરે છે કે કેવી રીતે આપણું રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં ઍરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજ્યો હતો. આ સમગ્ર રસ્તા પર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા હતા. પીએમ મોદી નિકોલમાં જનસભા સંબોધતા પહેલા હરિદર્શન ચાર રસ્તાથી લઈને નિકોલ ખોડલ ધામ ગ્રાઉન્ડ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ કર્યો હતો.