અમદાવાદ : તાજેતરમાં નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ ગુ.હા.બોર્ડની કોલોની 132 એમઆઈજી, સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં લગભગ 29 મુદતો બાદ હાઈકોર્ટ દ્વારા અસંમત સભ્યોના વિરુદ્ધમાં વકીલને કોર્ટનો સમય બગાડવા અને રિડેવલપમેન્ટમાં ખોટા રોડા ઊભા કરવા બદલ 1,00,000 રૂપિયા આર્થિક દંડ કર્યો અને સ્ટે અરજી નકારી દીધી હતી. કોર્ટના આ વલણથી હાઉસિંગ રિડેવલપમેન્ટના કાર્યમાં નવો સોનાનો સુરજ ઉગશે.
પ્રાપ્ત વિગતો મુજબ, નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડની કોલોની 132 એમઆઈજી, સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2 દ્વારા સરકારની રિડેવલપમેન્ટ પોલિસી 2016 અને તેના કાયદાકીય નિયમો અન્વયે કુલ 132 સભ્યોમાંથી કાયદાકીય રીતે 108 (82%) સભ્યો એ રિડેવલપમેન્ટ માટે લેખિત સહમતી આપી હતી તેમજ બિલ્ડર સાથે દ્વિપક્ષીય એમઓયુ કરેલા અને વર્ષ-2024 માં 100(75.75%) સભ્યોના ભાડા પણ શરૂ થઈ ગયા હતા, તેમજ ખાલી મકાન તોડવા માટેની કાર્યવાહી કરાઈ હતી.
આ દરમ્યાન 25% સુધીના કેટલાક અસહમત સભ્યો દ્વારા નામદાર હાઈકોર્ટેમાં રીડેવલપમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કરાયેલ, કોર્ટ કેસ દરમ્યાન સ્ટે આવતા આગળની કાર્યવાહી રોકાયેલ જેને લગભગ 29 મુદ્દતો બાદ અસહમત સભ્યોના વકીલ દ્વારા પરત ખેંચાયેલ તેમજ તે સ્ટે તા.22-09-2025 ના રોજ સમાપ્ત થયો હતો.અસહમત સભ્યોના વકીલ થકી તા.23-09-25 ના રોજ ફરીથી નામદાર હાઈકોર્ટના દરવાજા સ્ટે લેવા માટે ખટખટાવતા, નામદાર હાઈકોર્ટ દ્વારા અસંમત સભ્યોના વકીલ ને કોર્ટનો સમય બગડવા અને રીડેવલપમેન્ટમાં ખોટા રોડા ઊભા કરવા બદલ 1,00,000 રૂપિયા આર્થિક દંડ કર્યો અને સ્ટે અરજી નકારી દીધી હતી.
નામદાર હાઈકોર્ટે 1.00 લાખની કોસ્ટ કરેલ છે પરંતુ તેઓ દ્વારા ટ્રાયલ કોર્ટને એ પણ સૂચના આપેલ છે કે જ્યાં સુધી 1.00 લાખની કોસ્ટ અસંમત સભ્યો દ્વારા ભરપાઈ કરવામાં ના આવે ત્યાં સુધી નીચેની અદાલતમાં અસંમત સભ્યોએ કરેલ દાવાને ચલાવવો નહીં.સિવિલ કોર્ટમાં જમીન હક્ક બાબત અસહમત સભ્યોના વકીલ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ અસહમત સભ્યોએ ભેગા મળી કુલ રૂપિયા 26 લાખ(સભ્ય દીઠ અંદાજ એક લાખ રૂપિયા ઉપર) ની આસપાસ રકમ (વર્તમાન જંત્રી દર આધારે જમીન કિંમતના 20% થી 25% કે તેની સ્ટેમ્પ ડ્યુટી) પેટે રકમ કોર્ટમાં ભરવાની અને ત્યારબાદ કેસ આગળ ચાલે…
ગુ.હા.બોર્ડ દ્વારા તા.29-09-2025ના રોજ કાયદાકીય રીતે 17મકાનો કબ્જો લઈ લીધો છે અને તે મકાનો બિલ્ડરને તોડવા આપી દીધા છે. જેમાં હાલમાં બિલ્ડર દ્વારા મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત ફ્રન્ટેજ લાભ વાળા અન્ય 8 સભ્યોને પણ ગુ હા બોર્ડ એક્ટ કલમ 60(અ) મુજબ ઇવીક્શન નોટિસ આપી દીધી છે હવે એમાંય મોટા ભાગના સહમતી આપીને રિડેવલપમેન્ટના કાર્યમાં જાેડાવવા તૈયાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આમ નારણપુરાના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2 ના કોર્ટ કેસનો હુકમ એ બેન્ચમાર્ક સાબિત થશે…