અમદાવાદ : થોડા સમયથી ધીમા પડેલા રીડેવલપમેન્ટમાં ભારે તેજી જાેવા મળી રહી છે. એમાંય ખાસ કરીને હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રીડેવલપમેન્ટની કામગીરીમાં નોંધપાત્ર તેજી જાેવા મળી રહી છે.છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે ૬૦થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.સાથે સાથે અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ અલગ અલગ સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ મુદ્દે મતમતાંતર જાેવા મળી રહ્યા છે.અનેક સોસાયટીઓમાં બહુમત સભ્યો રીડેવલપમેન્ટ માટે મંજુરી આપે છે તો કયાંક વિરોધ પણ જાેવા મળી રહ્યો છે.અહીં જાેવા જઈએ તો જે લોકો રીડેવલપમેન્ટનો વિરોધ કરી રહ્યા છે તે બધા ખોટા જ હોય તેવું જરૂરી નથી, અને બધા સાચા જ હોય તે પણ જરૂરી નથી. દરેક વ્યક્તિના વિરોધ માટેના કારણો અલગ અલગ સાચા ખોટા હોઈ શકે છે.
કેટલાક લોકો એવું કહે છે રીડેવલપમેન્ટ ખોટું નથી, સારો વિકલ્પ છે તે કરવું જ જાેઈએ. પણ તેઓ જ આડકતરો વિરોધ કરી થવા દેતા નથી! આવા લોકો કેમ આવું કરે છે તે કારણો જાણવાનો કે શોધવાનો પ્રયત્ન કરજાે સત્ય આપોઆપ ખબર પડી જશે.
પરંતુ અમુક કોમન કારણો નીચે મુજબના હોઈ શકે છે….
1.ફર્નિચરના રૂપિયા કે ગિફ્ટ મની જાેઈએ છે.
2.હાલ જે મકાન એરિયા છે કે વાપરીએ છીએ તે કરતા ત્રણ ઘણું મોટું મકાન જાેઈએ છે.
3.ઉપરોક્ત ૧ અને ૨ ને મેળવવા માટેની લાલચ હોય અને તે મેળવવા માટેના ષડયંત્રો કરવા.
4.મકાનના દસ્તાવેજ બાકી છે માટે હાલ ખર્ચ કરવો પડે, જે હાલ પોષતો ના હોય.
5.મકાન બાંધકામ અનેક ઘણું મોટું કરી વધારીને બેઠા છે.
6.મકાનને ઓફિસ પેટે વાપરે છે કે દુકાન કરીને વાપરે છે કે આ રીતે ભાડે ચડાવેલ છે.
7.મકાન મોટું કરી વધુ ભાડે આપેલ છે માટે આવક ડિસ્ટર્બ થાય છે.
8.મકાનને લઈ કૌટુંબિક કકળાટ ચાલે છે. માલિક અને કબજેદાર અલગ અલગ હોય.
9.મલ્ટી સ્ટોરી બાંધકામ પસંદ નથી.
10.એસોસિએશન હોદ્દેદારો સાથે અહમ ટકરાયેલ છે. કે સભ્યપદને લઇ સમસ્યા હોય.
11.ન્યૂસન્સ વેલ્યુ ઉભી કરું જેથી સેટલમેન્ટ કરી વ્યક્તિગત આવક રળી લઉ.
12.કોઈ અન્યથી ખોટા દોરવવામાં આવવું અને જીદ પકડી રાખવી.
13.મકાન વિશે ફેમિલી ટાઇટલ ઇસ્યૂ સમસ્યાઓ હોય છે, અને વારસદારો ભેગા થઈ શકતા નથી.
14.મજીયારી મિલકતમાં ભાવ વધતા હક્ક માંગનારા ઉભા થાય છે જેથી બીજા પ્રશ્નો ઉભા થાય છે.
15.વડીલો ઉંમરના એક એવા પડાવ પર હોય છે કે ઘર છોડવાની અને ભાડે રહેવાની લપમાં પડવા માંગતા નથી.
16.મકાન માલિક ઘરમાંથી દુકાનો બનાવી વેચીને નીકળી ગયા છે, માટે કબજેદાર તરીકે માલિકી હક્ક પુરવાર થતો નથી.
17.બોર્ડ દ્વારા ફાળવેલ લીગલ દુકાનોવાળાને હાલની આવકનું આર્થિક નુકશાન થાય છે.
18.મકાન કે દુકાનની ફાળવણી ને લઈ પોત પોતાની ગણતરી બેસતી ના હોય કે ગમતું ના હોય કે સ્થળાંતર સેટ થતું ના હોય.
19.સ્કૂલ, કોલેજ, વ્યવસાયને લઈ વિસ્તાર છોડવા તૈયાર ના હોય.
20.મકાન પર કોઈ લોન ચાલતી હોય અને તે તાત્કાલિક ભરપાઈ કરવા પેટે વિમાસણ હોય.
21.પરિવારમાં કોઈના સારા ખોટા પ્રસંગ હોય તેને લઈ થોડો સમય કાઢવો હોય.
22.સિદ્ધાંતો ને લઈ કોઈ લડત આપતું હોય.
23.બીજાના સુખે પોતે દુ:ખી થાય તેવા ઇર્ષા ભાવ, કામ કર્યા વગર મહત્વ મળવું જ જાેઈએ તેવો ઈગો, મને પૂછ્યા વગર કેમ કામ કરો છો તેવો વાંધો.
24.કાયદાની સમજનો અભાવ અને નકારાત્મક વાતોમાં ફસાવું, શબ્દોના ખોટા અર્થઘટનમાં ગુમરાવુ.
25.બીજા તૈયાર થાય પછી છેલ્લા હું જાેડાઈશ તેવી વિચારસરણી.
26.મકાન માલિક જે તે સોસાયટીના મકાનમાં રહેતા જ નથી, માટે સોસાયટીના બહુમત સભ્યોની સમસ્યાઓથી અજાણ છે, અને કોઈ નેગેટીવ વ્યક્તિએ પિન મારી રાખી છે હું કંઈક અપાવીશ માટે હું કહું નહીં ત્યાં સુધી તૈયાર થવું નહિ.
27.અન્ય વ્યક્તિગત, કૌટુંબિક કે સામૂહિક અને સામાજિક સમસ્યાઓ.
28.કેટલાક લોકો એ રીડેવલપમેન્ટ માં દરેક સોસાયટીએ કેટલાક લોકોને ઉશ્કેરી વિરોધ ઉભો કરાવી લોકોને ગેરમાર્ગે દોરી કોર્ટકેસો કે પોલીસ કેસો કરાવી વચ્ચે પડી રૂપિયા કમાવાનો કીમિયો પણ બનાવી દીધો છે. તેવા લોકો પણ નડી રહ્યા છે.
29.કેટલીક જગ્યાએ સરકારી સંસ્થામાંના કેટલાક અધિકારીઓ પણ આંતરિક મતભેદ કરવી પોતાની રોટલી શેકવાના પ્રયત્નો કરી રહ્યા હોય.
30.ન્યાયપ્રણાલી અને વ્યવસ્થામાં રહેલ ઢીલાસ ને કારણે કાયદાનો ડર ના હોવાથી કે વકીલોની આંટીઘૂંટી માં છટકબારી શોધવાની લાલસા કે હાથો બનવું.
આમાંના કેટલાક કારણો વ્યાજબી અને વ્યવહારુ છે, પણ તે કારણોનું સમાધાન નીકળી શકે એમ છે. જાે વ્યક્તિ તે માટે તૈયાર હોય તો! પણ કોઈ મગજ બંધ કરી જીદ પર અડી જ રહે તો તેનું કંઇ થાય નહીં.
ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધોનું નિરાકરણ સામ સામે ટેબલ પર ચર્ચા કરી અંત તરફ આગળ વધે છે પણ તે લડત દરમ્યાન કેટલાય લોકો જીવ ગુમાવી બેસે છે. જરૂર છે સકારાત્મક અભિગમ અપનાવવાની અને થોડી બાંધ છોડ કરવાની તે તૈયારી બતાવવી જાેઈએ. મોટું મન રાખી સામુહિક હિત માટે થોડું જતું કરવાની તૈયારી ત્રણે પક્ષે રાખવી જાેઈએ.
વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવી બહુમત જન હિતાય ચ જેવા જનકલ્યાણની સેવામાત્રની અવગણના કરવા કરતા ઉદારતા સાથે સોસાયટીમાં રહેતા બહુમત સભ્યોની સુખાકારી વિચારશો તો ઉપરના બધા કરણોનું સમયાંતરે નિરાકરણ આવી જશે.
દાન ફક્ત મંદિરમાં જ કરાય તેવું જરૂરી નથી,જ્યારે હક્ક માંગતા હોય ત્યારે જાેડાયેલી ફરજાે પણ નિભાવવી જાેઈએ, ફરજાે ભૂલીને અધિકારો મંગાય નહીં. સત્ય અને વાસ્તવિકતા ને સ્વીકારવું એ પણ એક ખુમારી છે.
સંતો, શુરવીરો અને દાતાઓની આ ભૂમિ પર આજકાલ કેટલાક લોકોના સ્વાર્થ અને અહમ ભારે પડી રહયા છે.
આ મારા વ્યક્તિગત વિચારો અને તર્ક છે…
સંદીપભાઈ ત્રિવેદી??
પ્રમુખ, રામેશ્વર એપાર્ટમેન્ટ એસોસીએસન.
સક્રિય સભ્ય, હાર્ફ
હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન