અમદાવાદ : વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ રાણીપ બસ પોર્ટ અને જીએસઆરટીસી(GSTRC) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને મુસાફરોની સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થાઓ નિહાળી હતી.મંત્રીએ મુસાફરોની અવરજવર, પ્રતીક્ષા, ખાન-પાન અને અન્ય પરિવહન સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. રાણીપ ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે બસ સુવિધાઓ અને અન્ય બાબતો અંગે વાતચીત કરી હતી.
વાહનવ્યવહાર રાજ્ય મંત્રીએ બસ સ્ટેન્ડ પાસે આવેલા જીએસઆરટીસી ભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને બસ સંચાલનની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાજ્યભરમાં થતું બસ સંચાલન, ટ્રીપ પ્લાનિંગ, ઇન્સિડન્ટ મોનીટરીંગ, કોલ સેન્ટરની કામગીરી, બસ મેપિંગ, રેગ્યુલારીટી, બસ ટ્રેકિંગ, ઇવેન્ટ મોડ્યુલ, મુસાફરો માટેની સુવિધાઓ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.આ ઉપરાંત મંત્રીએ મુસાફરોની અવરજવર, પ્રતીક્ષા, ખાન-પાન અને અન્ય પરિવહન સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. રાણીપ ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે બસ સુવિધાઓ અને અન્ય બાબતો અંગે વાતચીત કરી હતી.
વાહનવ્યવહાર વિભાગના પદાધિકારીઓએ મંત્રીને GSRTCના વિવિધ વિભાગોની કામગીરી, સંચાલન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઑપરેશન, સર્વિસીસ, નવા ઈનિશિયેટિવ્સ, ઈ-ગવર્નન્સ સહિત વિવિધ વિભાગોની જવાબદારીઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ મુલાકાત દરમિયાન સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, જીએસઆરટીસી(GSTRC) અને વાહનવ્યવહાર વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


