અમદાવાદ : અમદાવાદીઓ માટે સાબરમતી નદી પર બનાવેલો આઇકોનિક અટલબ્રિજ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેના પગલે છેલ્લા ત્રણ વર્ષમાં 77.76 લાખ લોકોએ અટલબિજની મુલાકાત લીધી છે. ત્રણ જ વર્ષમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને રૂ. 27 કરોડની તોતિંગ કમાણી કરતા કમાઉ દીકરો સાબિત થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલો આ પુલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેનું ઉદ્ઘાટન 27 ઓગસ્ટ, 2022 ના રોજ કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા આ પુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુલ રાહદારીઓને એક કાંઠેથી બીજા કાંઠે જવાની સુવિધા આપે છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ આ પુલ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે અને અમદાવાદમાં એક નવો સીમાચિહ્ન બની ગયો છે. આજ સુધીમાં, અંદાજે 77.76 લાખ લોકો આ પુલની મુલાકાત લઈ ચૂક્યા છે.
જોકે આ અનોખા પુલ પરથી કોઈ વાહન પસાર થતું નથી, પરંતુ ત્રણ વર્ષમાં તેનાથી 27.74 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ આંકડાએ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ચર્ચા જગાવી છે. આ અનોખો પુલ અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર બનેલો છે. જ્યારે સાબરમતી નદી પર અસંખ્ય પુલ બનાવવામાં આવ્યા છે, જે વાહનોની અવરજવર કરે છે, ત્યારે ફક્ત આ પુલ જ આવક ઉત્પન્ન કરી રહ્યો છે. વધુમાં, આ અનોખા પુલે ત્રણ વર્ષમાં તેના કુલ ખર્ચના 37% વસૂલ કર્યા છે. આગામી વર્ષમાં આ આંકડો 50% સુધી પહોંચવાની ધારણા છે. સોશિયલ મીડિયા આ પુલ વિશે ચર્ચાઓથી ભરપૂર છે.
નદી પર બનેલા પુલથી થતી આવકથી લોકો આશ્ચર્યચકિત છે, તો સોશિયલ મીડિયા પર ઘણા વપરાશકર્તાઓ પણ આ મોડેલની પ્રશંસા કરી રહ્યા છે. જોકે, રસપ્રદ બાબત એ છે કે, ત્રણ વર્ષમાં થયેલી તેની આવકથી તેના બાંધકામની 38 ટકા રકમ રિકવર થઈ ગઈ છે.77.76 લાખ લોકોએ મુલાકાત કરી 27.74 કરોડની આવક લગભગ 38 ટકા રકમ ટિકિટથી રિકવર થઈ . અટલ બ્રિજને મુલાકાતીઓ ઉપરાંત અન્ય રીતે પણ આવક થાય છે. જેમ કે, શુટિંગ માટે આ બ્રિજ ભાડે આપવામાં આવે છે. જોકે, પ્રીવેડિંગ માટે બ્રિજ ભાડે આપવામાં આવતો નથી. ગુજરાત ફિલ્મ શુટિંગ સમય પ્રમાણે 25 હજાર રૂપિયા ભાડું હિન્દી ફિલ્મના શુટિંગ માટે 51 હજાર રૂપિયા ભાડું
તે સાબરમતી નદી પર બનેલ છે અને પશ્ચિમ કિનારે આવેલા ફૂલ બગીચાને પૂર્વ કિનારે બનેલા કલા અને સંસ્કૃતિ કેન્દ્ર સાથે જોડે છે. તેની અનોખી ડિઝાઇન અમદાવાદના જીવંત પતંગ ઉત્સવ (ઉત્તરાયણ) થી પ્રેરિત છે. આ પુલ દરરોજ સવારે 9:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. મુલાકાતીઓ માટે નજીવી પ્રવેશ ફી લેવામાં આવે છે, જ્યારે 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને અપંગ વ્યક્તિઓ મફત છે. તેમાં બેસવાનો સમાવેશ થાય છે અને નદીની બંને બાજુએ બહુ-સ્તરીય કાર પાર્કિંગ સુવિધાઓ સાથે જોડાયેલ છે.


