અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે.અને એમાંય ખાસ કરીને કોરોનાકાળ અને ચોમાસા બાદ સોલા રોડ, નારણપુરા અને નવા વાડજની અનેક જર્જરિત મકાનોની હાલત જોઈને હાઉસીંગના રહીશો દ્વારા રિડેવલોપમેન્ટની માંગ પ્રબળ બની છે.
હાઉસીંગના રહીશો, જુદા જુદા મંડળ તથા ફેડરેશન દ્વારા મ્યુ કાઉન્સિલરથી લઈને મુખ્યમંત્રી સુધીની રજુઆતો, દેખાવો, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો બાદ પણ હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફારની જાહેરાત ન થતા હાઉસીંગના રહીશો ફરી એક વાર લડી લેવાના મૂડમાં હોય તેવું જણાવી રહ્યા છે.
હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીએ પણ આગામી બુધવાર કે ગુરૂવાર સુધીમાં હાઉસીંગ રીડેવલપમેન્ટ પોલીસીને લઈને અત્યાર સુધીમાં મ્યુ કાઉન્સિલરથી લઈને મુખ્યમંત્રી સુધીની રજુઆતો, દેખાવો, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો બાદ પણ હવે પ્રજાલક્ષી સકારાત્મક નિર્ણય ના આવે કે લોલીપોપ મળે તો હાઉસીંગના રહીશોએ પોતાની આંખો ખોલવી જોઈએ.
તેઓએ પણ સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે રાજકારણ આપણો વિષય નથી પણ સમયની માંગ સાથે હાઉસીંગનું પ્રતિનિધિત્વ રાજકારણમાં લાવવું જોઈએ અથવા કોઈપણ પક્ષ હાઉસીંગના ઉમેદવારને ટીકીટ આપે તો તેને સમર્થન હાઉસિંગના રહીશોએ એક મત થઈ આપવું જોઈએ. આ બાબતે તમામ એસોસિયેશનના હોદેદારો અને કાર્યકરોનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. આપ સૌ ના અભિપ્રાય જણાવવા વિનંતી.
આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકારમાં હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટમાં સોસાયટીના બે ભાગ ન પાડવા વગેરે પ્રશ્નો પેન્ડિંગ છે. તમામ પ્રશ્નોનું ચૂંટણી પહેલા સરકાર ઝડપી નિરાકરણ લાવે એવી માંગણી છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રશ્નો બાબતે વિરોધ પક્ષના નેતાઓ ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના હોદ્દેદારોનો સંપર્ક કરી આ બાબતે આંદોલન કરવા માંગે છે. પરંતુ અમો આ બાબતે રાજકારણ કરવા માગતા નથી. તેથી અમો તેઓને સહકાર આપતાં નથી. પરંતુ ચૂંટણીઓની તારીખની જાહેરાત થાય એ પહેલા હાઉસીંગના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.
તેઓએ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો તા.24-08-2022 સુધીમાં સરકાર દ્વારા હાઉસીંગના પ્રશ્નોનું નિરાકરણ લાવે તો ઠીક છે, જો નહિ લાવવામાં આવે તો ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના તમામ હોદ્દેદારો તથા એસોસિયેશનાના હોદેદારો અને કાર્યકરોની મિટિંગ કરી વિરોધ પક્ષનો સહકાર લેવો કે કેમ તે નક્કી કરવામાં આવશે. આ બાબતે તમામ એસોસિયેશનના હોદેદારો અને કાર્યકરોનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. આપ સૌ નો અભિપ્રાય જણાવવા વિનંતી.