Saturday, November 8, 2025

અમદાવાદમાં પતિએ પત્નીને સરાજાહેર છરીના ઘા ઝીંક્યા, 75 ટાંકા આવ્યા, 2024માં જ કર્યા હતા પ્રેમ લગ્ન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયારનગર પાસે આવેલી દૂધ સાગર ડેરી નજીક સોમવારે મોડી રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. પતિએ તેની 27 વર્ષીય પત્ની પર જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આરોપીની ઓળખ મયંક પટેલ તરીકે થઈ છે. સોમવારે સાંજે પતિ મયંકે પત્નીને વાળ પકડીને જાહેર રોડ પર ઢસડી હતી અને બાદમાં ગળામાં તેમજ શરીર પર ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. હુમલા સમયે ત્રણ વ્યક્તિએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કર્યો છતાં પતિએ પત્નીને છોડી નહોતી અને મારતો રહ્યો હતો. હાલમાં યુવતીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર છે. તબીબોએ ગળા-ખભાના ભાગે 75 ટાંકા લીધા હતા.

આ યુવતીએ આશરે દોઢ-બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે, સાસરિયા પક્ષના કથિત ત્રાસને કારણે મહિલા છેલ્લા ચાર મહિનાથી તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પીડિત મહિલાએ અગાઉ પણ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદો નોંધાવી હતી. ઘટનાના દિવસે મહિલા કોઈ અંગત કામે બહાર નીકળી હતી. તે સમયે પતિએ તેને રોકી હતી અને તેના પર તૂટી પડ્યો હતો. છરીના ઘાના કારણે સ્થળ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.

બે વર્ષ પહેલાં કૃષ્ણનગર ખાતે રહેતો યુવક પીડિત યુવતીના ઘરે આવ્યો હતો. યુવકની માતા ટૂરનું કામ કરતી હોવાથી તે અવારનવાર યુવતીના ઘરે આવતી હતી. યુવકે યેન કેન પ્રકારેણ યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ફોન પર વાતો કરવાની શરૂ કરી હતી. જોતજોતાંમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ જતાં તેમને 29 જાન્યુઆરી, 2024ના રોજ પ્રેમલગ્ન કરી લીધા હતા. પ્રેમલગ્ન કર્યા બાદ યુવતી સાસરીમાં રહેવા માટે જતી રહી હતી. યુવતીને એક વર્ષ સુધી સાસરિયાંએ સારી રીતે રાખી હતી, પરંતુ બાદમાં નાની-નાની બાબતે મેણાટોણા મારવાના શરૂ કરી દીધા હતા.

સાસરિયા યુવતીને એટલી હદ સુધી માનસિક ત્રાસ આપતા હતા તે સમગ્ર હકીકત તેના પતિને કહી દેતી હતી. પતિ પણ પત્નીનો સાથ ન આપીને તેની સાથે મારઝૂડ કરતો હતો. એક સમયે યુવતી પર હુમલો કરીને સાસરિયાંએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.યુવતીએ જણાવ્યું હતું કે મારા પતિને છૂટાછેડા આપવા હતા, પરંતુ મેં ના પાડી હતી, જેથી મારા પતિએ મારા પર પાછળથી હુમલો કર્યો હતો. એ બાદ મારું ગળું કાપી નાખ્યું હતું. લોકોએ મને છોડાવી હોસ્પિટલ મોકલી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...