અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વની સરખામણીમાં પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી જાગૃતિમાં મોટો જુવાળ આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગની સોસાયટીઓમાં 40 થી 45 વધુ વર્ષ જુની અને જર્જરિત થઈ છે. સોસાયટીઓમાં રોડ, લાઈટ, પાણી અને પાર્કિંગ સહિતની સમસ્યાઓ વિકરાળ બની રહી છે. જેના કારણે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે નારણપુરા, સોલા બાદ હવે નવા વાડજમાં પણ નંદનવન એપાર્ટમેન્ટ, હરીઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ જેવી હાઉસિંગ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.આ સિવાય બીજી અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટને લઈને રહીશોમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને રહીશો સ્થાનિક એસોસિયેશન સમક્ષ રીડેવલપમેન્ટની માગણી કરી રહ્યા છે.
હાઉસીંગ બોર્ડના સુત્રો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોડની નંદનવન એપાર્ટમેન્ટમાં ટેન્ડર થઈ ગયું છે, ડેવલપર સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય પલક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ગગનવિહાર એપાર્ટમેન્ટમાં પણ ટેન્ડર થઈ ગયું છે, કેટલાંક અસંમત સભ્યોને બાદ કરતા બહુમતી સભ્યો રીડેવલપમેન્ટમાં જાેડાવવાનું મન બનાવી દીધું છે. અહીં પણ સોસાયટીના રહીશો અને આગેવાનોની ડેવલપર સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય હરીઓમ એપાર્ટમેન્ટમાં ટેન્ડર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
નવા વાડજ વિસ્તારમાં ઉત્સવ એપાર્ટમેન્ટમાં પણ એકવાર ટેન્ડર કેન્સલ થતા ફરીવાર સંમતિની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં સંમતિ થતા ફરી ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની શક્યતાઓ જાેવાઈ રહી છે.આ સિવાય નવા વાડજમાં અખબારનગર પાસે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ અને આકાશદીપ એપાર્ટેન્ટમાં રીડેવલપેન્ટને લઈને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયે રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત શિવમ એપાર્ટમેન્ટ અને આનંદનગર એપાર્ટમેન્ટમાં સોસાયટીના રહીશો જર્જરિત બાંધકામ સહિતના પ્રશ્ને રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે.
હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.


