અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે, જેમાં અલગ અલગ પ્રકારની સોસાયટીઓ આવેલ છે, જેમાં EWS, LIG, LMIG, MIG અને HIG ટાઈપના નાના-મોટા ફલેટ પ્રકારની સોસાયટીઓ આવેલ છે.હાલમાં MIG અને HIG ટાઈપની સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે. જેમાં સૌથી નાના અને જર્જરિત એવા EWS, LIG, LMIG ટાઈપની સોસાયટીઓ બહુ ઓછી જાેડાઈ છે. કારણ કે રીડેવલપેન્ટ પોલીસી મુજબ 3 :1 બ-3 પ્રમાણે 140 ટકા અથવા 30 ચોરસ મીટર કાર્પેટ બે માંથી જે વધારે હોય તે એરિયા રીડેવલપમેન્ટમાં મળે છે એટલે જુના EWS, LIG, LMIG નો જૂનો કાર્પેટ એરિયા બહુજ ઓછો હોવાને કારણે રીડેવલપમેન્ટમાં બહુજ નહિવત કાર્પેટ એરિયા મળે છે એટલે આવી સોસાયટીઓ રીડેવલપેમેન્ટમાં જાેડાતી નથી.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજુઆત કરી છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ રીડેવલપમેન્ટ પોલીસીમાં 3 :1 બ-3 માં જાે હયાત કાર્પેટ વિસ્તારના 140 ટકા અથવા 50 ચોરસ મીટર બે માંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો કરવામાં આવે તો રીડેવલપમેન્ટમાં બધી જ વસાહતોને નવું બાંધકામ ઓછામાં ઓછું 50 ચોરસ મીટર મળે એટલે બધીજ વસાહતો જાેડાય અને સરકારનો હેતુ સફળતાપૂર્વક પાર પડે અને જર્જરિત મકાનોની ભવિષ્યની જાનહાની ટાળી શકાય.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટાભાગની જૂની વસાહતો EWS, LIG, LMIG અને MIG છે જે વર્ષો જૂના નિયમ અનુસાર જૂનો કાર્પેટ એરિયા 20 ચોરસ મીટર થી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળતો હતો.જે હાલ કેટેગરી મૂજબ નવા પ્રમાણે અન્યની સરખામણીમાં ગણો ઓછો મળે છે.. અને અગાઉ 1982 ની ગુ હા બોર્ડ ની રજીસ્ટ્રેશન સ્કીમ હેઠળ MIG મા મકાન મેળવવા રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ તે વખતે મકાનોની અછતને કારણે MIG માં ફોર્મ ભરવા વાળાને પણ LMIG કેટેગરીના મકાનો 1988 સુધીમાં ફાળવી દેવામાં આવ્યા હતા.


