અમદાવાદ : શહેરના વાહનચાલકો માટે કામના સમાચાર છે. 10થી વધુ મેમો ન ભરનારાના ઘરે જઈ પોલીસ દંડ વસૂલશે. 83 હજાર લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે, શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરીને 10 કે તેથી વધુ ઇ મેમો મેળવનારાના ઘરે જઈને પોલીસ દંડ વસૂલશે. આવા વાહનચાલોકોની વિગતો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોને આપવમાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 10 કે તેથી વધુ ઈ-મેમો મેળવનારના ઘરે જઈને પોલીસ દંડ વસૂલશે. આવા વાહનચાલકોની સંપૂર્ણ વિગતો તૈયાર કરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનોને આપવામાં આવી છે. પોલીસ તેમના નોંધાયેલા સરનામાં પર જઈને બાકી રહેલા દંડની ઉઘરાણી કરશે. હેલમેટ ન પહેરવાના 10થી વધુ મેમો મેળવનાર 82 હજાર વાહનચાલકની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત રોંગ સાઇડના 10થી વધુ મેમો મેળવનારા 1200 અને સિગ્નલ ભંગ બદલ 10થી વધુ મેમો મેળવાનારા 317 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ હેલમેટ વગરના ને જ નહીં પરંતુ ગંભીર ઉલ્લંઘનો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગેરકાયદે પાર્કિંગ, વન વેનું ઉલ્લંઘન, કારમાં સીટ બેલ્ટ ન પહેરવો, કારના કાચ પર બ્લેક ફિલ્મ, ત્રણ સવારી, લાઇસન્સ વિના ડ્રાઇવિંગ અને ફેન્સી નંબર પ્લેટ જેવા કેસમાંપણ કાર્યવાહી કરાશે.
આ પરાંત એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઇવર લેફ્ટ ટર્ન બ્લોક કરશે, બસ ઓવરસ્પીડ દોડાવશે, સિગ્નલ તોડશે તો તેમાં પણ તેમની સામે કડક કાર્યવાહી કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધીમાં ટ્રાફિક પોલીસે ઓનલાઇન 18.5 લાખ દંડ વસૂલ કર્યો છે.


