અમદાવાદ : શહેરની ખ્યાતનામ LG હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામ પણ હવે બદલાવા જઇ રહ્યું છે. LG હોસ્પિટલની પાછળના હિસ્સામાં આવેલી મેડિકલ કોલેજનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવશે. આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી દરખાસ્તને કોર્પોરેશનમાં સર્વાનુમતે મંજુરી મળી જતા હવે મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત છે જ્યારે અમદાવાદમાં કોઇ સ્થાપત્યનું નામ બદલવામાં આવી રહ્યું હોય. અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ સરદાર સંકુલ કરી દેવાયું હતું.