અમદાવાદ : અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ નવરાત્રી 2022નો પ્રારંભ કરાવ્યો હતો. કોરોનાના બે વર્ષ બાદ રાજ્ય સરકારે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કર્યું છે. અલગ અલગ થીમ ગ્રાઉન્ડ બનાવાયા છે. મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મંત્રીઓએ થીમ અને પ્લે એરિયાની મુલાકાત લીધી.મંત્રી જગદીશ પંચાલ, અરવિંદ રૈયાણી, પૂર્ણેશ મોદી, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર અને મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ તહેવારની હાર્દિક અભિનંદન પાઠવું છે. બે વર્ષ કોરોના બાદ ગરબે ઘુમવા મળ્યું છે એટલે લોકોમાં વિશિષ્ટ ઉત્સાહ છે. આ નવરાત્રિમાં રાજય કક્ષાની ગરબા સ્પર્ધાનું પણ આયોજન છે. ઉત્સવોમાં શિરોમણી નવરાત્રિ છે. નવરાત્રિ આપણામાં જોશ અને જોમ ભરે છે.ગુજરાતના 300 કલાકારો સોમવારે દિવસે એટલે કે પહેલા નોરતે સ્ટેજ ઉપર આદ્યશક્તિ આરાધારી થીમ ઉપર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું.