અંબાજી : PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. અંબાજીમાં જંગી સભાને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મા અંબાના દરબારમાં દર્શન માટે પહોંચ્યા હતા. અહીં દર્શન અને પૂજા કરી હતી. ત્યારબાદ ગબ્બર પહોંચી મહાઆરતી કરી હતી.
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂજા-અર્ચના કરાવી. મંદિરમાં પૂજા કરાયેલી મા અંબાની પ્રતિમા મહારાજ પીએમ મોદીને અર્પણ કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈ અંબાજી મંદિરને ફૂલોથી શણગારાયો છે. અંબાજી મંદિરમાં શણગાર યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેઓ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા.
ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લીધો હતો. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે પ્રધાનમંત્રી 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.