અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લાંબી ચર્ચાઓ બાદ અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા. જેની માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ઐતિહાસિક નિર્ણય લેતા બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.
કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે. અનઅધિકૃત બાંધકામો નિયમબદ્ધ કરવા એક વટ હુકમ બહાર પાડયો છે. જનતાના હિતમાં આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં અનેક જગ્યાએ અનધિકૃત બાંધકામ થયા હતા. જેથી જનતાની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. 2011માં આ પ્રકારનો વટ હુકમ નરેન્દ્ર ભાઈ લાવ્યા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે નિર્ણય લીધો હતો. હવે ભૂપેન્દ્ર પટેલે આવો નિર્ણય કર્યો છે. 1-10-2022 પહેલાના બાંધકામોને આ નિયમોનો લાભ મળશે. તમામ મહાનગર પાલિકા, નગર પાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળોને આ વટહુકમ લાગુ પડશે. રેરા કેન્દ્ર હસ્તક હોવાથી તેમાં લાભ નહીં મળે. 50% જગ્યા પાર્કીંગ માટે આપવાની રહેશે.
ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે.50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. 50થી 100 ચો.મીટર સુધી 6 હજાર ફી, 100થી 200 ચો.મીટર સુધી 12 હજાર ફી નિયત કરાઈ છે. 50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. તેમજ ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે.