અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચોક્કસ રસાકસી ભરી બની રહેવાની છે. ફરી એકવખત ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉદ્દભવી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપ્યું છે. નીતિન પટેલ વર્ષ 2017માં અમદાવાદના નારણપુરાથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપીને કોંગ્રેસને પડતા પર પાટું માર્યું જેવી હાલત કરી છે. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પુર્વ મંત્રી નીતિન પટેલે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આજે અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું.