અમદાવાદ : આજે ભાજપ દ્રારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. તેમાં મહત્વની વાત તો એ છે કે અમદાવાદની નરોડા બેઠક પર ડો. પાયલ કુકરાણીના નામની જાહેરાત કરી છે.
ભાજપે 30 વર્ષીય ડો.પાયલ કુકરાણીને નરોડા બેઠકથી ટિકિટ આપી છે. ડો.પાયલ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમણે રશિયામાંથી એમડી મેડિસિનની ડિગ્રી લીધેલી છે. જોકે, ડો.પાયલ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જોકે, તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે. ડો.પાયલના માતા રેશમા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે.
જોકે, પાયલ કુકરાણીની જાહેરાત થતા બાદ નરોડા બેઠક પર નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોતાન ટિકિટ મળતા ડો.પાયલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મારા માતાપિતા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. મારા માતાપિતાનો અનુભવ મને કામ આવશે. બધાની સાથે લઈને આગળ વધીશું.