અમદાવાદ : શહેરના સિંધુ ભવન રોડ પરની સિંધુ ભવનની હોટલ તાજ સ્કાયમાં ગુગલમાં કામ કરતી ૨૭ વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મેટ્રીમોનિયલ સાઇટ બંને યુવક યુવતી વચ્ચે પરિચય થયો હતો. અને બાદમાં પરિવારજનોએ મળીને સગાઇ પણ નક્કી કરી દીધી હતી. જોકે યુવકે ચા મા કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજારી સગાઈ તોડી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ હૈદરાબાદની યુવતી અમદાવાદ આઈઆઈએમ ખાતે સેમિનારમાં ભાગ લેવા અમદાવાદ આવી હતી. google કંપનીમાં કામ કરતી યુવતી હોટલ તાજ સ્કાય લાઈનમાં રોકાઈ હતી. તે સમયે મેટ્રોમોનિયલ સાઈટ પરથી પરિચયમાં આવેલા યુવક આમીર અકિલ શેખ તેને મળવા આવ્યો અને સગાઈ નક્કી થઈ હોવાથી તેણે યુવતીને ડિનર ડેટ માટે ઓફર કરી હતી. બીજા દિવસે યુવકે હોટલ પર જઈ યુવતીની ચા મા કેફી પીણું પીવડાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગેની જાણ હૈદરાબાદ જઈ પરિવારને કરતા પરિવારે હૈદરાબાદના સાયબરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ઝીરો નંબરથી સરખેજ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતા પોલીસે બળાત્કારી યુવકની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
ઝડપાયેલા આરોપી આમિર શેખ આઈટીસી કંપનીમાં એક્સીક્યુટીવ તરીકે કામ કરે છે અને તેની ફિયાન્સની મરજી વિના તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં કરેલા આક્ષેપો મુજબ ચા પીધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના શરીર પર કપડાં ન હતા. સાથે જ આમિર તેની સાથે સૂતો હતો. જેથી યુવતીએ તેનો વિરોધ કરતા હોટલમાં હોબાળો પણ થયો હતો. જોકે યુવતીએ હૈદરાબાદ જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત યુવક અને તેના પરિવાર એ જ્યોતિ સાથેની સગાઈ તોડી નાખતા યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હોવાની પણ હકીકત સામે આવી છે.