અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમત મેળવ્યા બાદ આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે અને ૮ કેબીનેટ મંત્રી અને 6 રાજ્યકક્ષાના ૨ રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો)ના મંત્રીઓએ શપથ લીધા હતા.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે આજે બીજીવાર ગુજરાતના સીએમ પદે શપથ લઈ લીધા છે. તેમની સાથે કુલ 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે, જેમાં આઠ કેબિનેટ કક્ષાના, બે સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના જ્યારે છ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. નવા મંત્રીમંડળમાં કઈ જ્ઞાતિને કેટલું પ્રભુત્વ મળ્યું છે તેના પર નજર કરીએ તો, તેમાં ત્રણ પાટીદાર, એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, બે આદિવાસી, એક દલિત, એક જૈન તેમજ સાત ઓબીસી મંત્રીઓનો સમાવેશ થાય છે.
આ ધારાસભ્યો શપથ લીધા
મંત્રી મંડળ
કેબિનેટ મંત્રી
1 કનુભાઈ દેસાઈ,
2.ઋષિકેશ પટેલ
3.રાઘવજી પટેલ
4.બળવંતસિંહ રાજપૂત
5.કુંવરજી બાવળીયા
6.મુળુભાઈ બેરા,
7. કુબેર ડિંડોર
8.ભાનુબહેન બાબરીયા
રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો
9.હર્ષ સંઘવી
10.જગદીશ પંચાલ
રાજ્યકક્ષા ના મંત્રી
11.પરશોતમ સોલંકી
12.બચુભાઈ ખાબડ
13.મુકેશ પટેલ
14.પ્રફુલ પાનસેરીયા.
15.ભીખુસિંહ પરમાર
16.કુંવરજી હળપતિ