અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટ BF.7 ની એન્ટ્રી થઇ છે. જેમા વડોદરા અને અમદાવાદમાં એક-એક કેસ નોંધાયો છે. જેમા વડોદરામાં આવેલી NRI મહિલામાં કોરોનાનો કેસ સામે આવ્યો છે. જેમાં મહિલાનો ઓમિક્રૉન BF.7 વેરિયન્ટનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. વડોદરાના સુભાનપુરામાં 61 વર્ષિય મહિલાને BF.7 વેરિયન્ટ પોઝિટિવ આવ્યું છે. જેમાં વડોદરામાં 3 લોકોનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતામાં પણ એક કેસ સામે આવ્યો છે.
ચીનમાં કોરોનાના ખતરનાક ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BF.7ના કેસો જે રીતે આવી રહ્યા છે. ત્યારે અહેવાલો મુજબ ઓમિક્રોનના સબ-વેરિયન્ટના ગુજરાતમાં બે કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ અને વડોદરામાં એક-એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં થોડા સમય પહેલાં તે વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ હતું. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલાં કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે એ નવો કેસ છે.
દેશમાં હજૂ પણ કોરોનાના રોજના 1200 નવા કેસ સામે આવે છે. તો વિશ્વમાં અઠવાડિયાના 35 લાખ નવા કેસ નોંધાય છે. જે હજૂ પણ સૂચવે છે કે કોરોના આપણી વચ્ચે જ છે. જો તકેદારી અને સાવચેતી નહીં રાખીએ તો ફરી લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ શકે છે.