અમદાવાદ : અમદાવાદમાં ગોટા વિસ્તારમાં નિરમા યુનિવર્સિટી સામે બની રહેલા ફન બ્લાસ્ટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની 9 ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. 9 ગજરાજ સહિતની ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે ફન બ્લાસ્ટમાં ભારે નુકસાન થયુ છે.તેમને જણાવી દઈએ કે, આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે બપોરના સમયે ગોતા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી હતી. જોત-જોતાંમાં આગ વિકરાળ બની હતી. ઘટનાને પગલે ગેમ ઝોન તથા આસપાસના વિસ્તારમાં અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ભીષણ આગના લીધે દૂર-દૂર સુધી ગોટે ગોટા દેખાયા હતા. સાથે જ આગની ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં હાલ ફાયર બ્રિગેડની 9 ગાડીઓ દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.