અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી હત્યા અને ફાયરિંગ-લૂંટના બનાવો સતત વધી રહી છે જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર કાચની મસ્જિદ પાછળના રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરીને લાખોની લૂંટ ચલાવવામાં આવી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીની તપાસ હાથ ધરી છે.વાંરવાર લૂંટની ઘટના બનતા સબસલામત છે તેવા દાવા પોકળ સાબિત થાય છે.
આ ઘટના વિશે મળતા અહેવાલો મુજબ, શહેરમાં વધુ એક લૂંટનો બનાવ બન્યો છે. જેમાં શહેરના જમાલપુર વિસ્તાર ખાતે આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના બની છે. જમાલપુર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લાખોની લૂંટ થઇ છે. કાચની મસ્જિદ નજીક શખ્સોએ ફાયરિંગ સાથે લૂંટ કરી હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં આંગડીયા પેઢીનો કર્મચારી ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. લૂંટારુંઓ લૂંટ કરીને બેગ લઈ ફરાર થયા છે. આ ઘટનાના પગલે DCP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ઘટનાની વધુ વિગતો મેળવાઈ રહી છે.