અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ દ્વારા આગામી શનિવારે રીવરફ્રન્ટ વેસ્ટ પર નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે.જેમાં એક લાખથી વધુ લોકો ભાગ લેશે. 5, 10 અને 21 કિલોમીટરની ત્રણ અલગ અલગ સ્પર્ધા યોજવામા આવશે.શનિવાર સાંજથી કાર્યક્રમ પૂર્ણ નહી થાય ત્યાં સુધી સાબરમતી વેસ્ટ રીવરફ્રન્ટ અને વાડજ સર્કલથી સુભાષબ્રીજ સર્કલનો રસ્તો બંધ રહેશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શનિવારે રીવરફ્રન્ટ પર નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે.અગાઉ આયોજિત આ મેરેથોન રદ થતાં હવે આ મેરેથોન આગામી 21 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
“Defeat Drugs, win health”
Prioritise your health, this 21st January, Thrill Addict Night Half Marathon organised by Ahmedabad City police.
A marathon to keep our youth, drugs free and healthy.
Venue: Event centre, Sabarmati river front, Ahmedabad. pic.twitter.com/iUSEDLR7jf
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2023
આ મેરેથોનમાં 5, 10 અને 21 કિલોમીટરનો સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં 21 કિલોમીટરની સ્પર્ધા રીવરફ્રન્ટની શરૂ કરીને સુભાષબ્રીજ સર્કલ સુધીની રહેશે. આ નાઇટ મેરેથોન માટે ૭૫ હજારથી વધુ રજીસ્ટ્રેશન થઇ ચુક્યા છે અને 21 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશનની સંખ્યા એક લાખ વધી શકે તેવી શક્યતા છે.
આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન નિઃશુલ્ક રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાઇટ મેરેથોનનો પ્રારંભ કરાવશે. સાથેસાથે 21મી તારીખે રીવર ફ્રન્ટ વેસ્ટ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વધુ માહિતી આપતા જણાવ્યું કે નાઇટ હાફ મેરેથોનમાં સ્પોર્ટસ જગતના જાણીતા ખેલાડીઓ, ફિલ્મી કલાકારો તેમજ જાણીતી સેેલીબ્રેટીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.