અમદાવાદ : અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન વી બ્લોકના ચોથા માળે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જો કે આગ એટલી ભયાનક હતી કે આગના ગોટે ગોટા ચોથા માળની બારીમાંથી બહાર નીકળતા હતા. આગની ઘટનામાં પત્નીનું મોત થયુ છે. જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આજે સવારે લાગેલી આગની ઘટના આકસ્મિક ઘટના નહોતી.
જો કે આગ લાગવાની ઘટના બાદ પતિએ જ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેવું અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર ઘટના વચ્ચે પતિ અને પત્નીના ઘરકંકાસ હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે પતિ-પત્ની વચ્ચે ખટરાગ થયો હોવાનું માહિતી મળી રહી છે, ત્યારબાદ પતિએ પત્નીનું ગળું કાપી હત્યા કરી હોવાની માહિતી મળી છે, સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.