અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશ્નરે ધ્વનિ પ્રદૂષણને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. માઈક સીસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઈવેન્ટ મેનેજર સમગ્ર અમદાવાદના પોલીસ કમિશ્નરની હુકમતના વિસ્તારમાં વરધોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાંકોની પાસે નજીકમાં રેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહીં.
પોલીસના જાહેરનામાં મુજબ હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે, જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં. આ ઉપરાંત એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો ગાયનોનો માઈક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબીબાજુ ચાલવા. ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તથા જાહેર રસ્તા પર નાચ ગાન ગરબા કરવા નહિ.
ડી.જે. સીસ્ટમ એમ્બીઅન્ટ એર ક્વોલીટી સ્ટાર્ન્ડડ ઈન રીસ્પેકટ ઓફ નોઇઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાનાં નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ 2000 ના ઈન્વાયરમેન્ટ પ્રોટેકશનની જોગવાઈ મુજબ એમ્બીઅન્ટ એર ક્વોલીટી સ્ટાન્ડર્ડ હોવુ જોઈએ તે જોતા ડી.જે.સીસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ જોગવાઈઓનો ઉલ્લંધન કરતા હોય તેવુ જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળોએ વગાડવા પર પ્રતિબંધ છે.