અમદાવાદ : આજે શનિવારે સવારથી જ અમદાવાદ સહીત રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડીરાતથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ આજે સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો વચ્ચે શહેરના પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
અમદાવાદમાં હાલ શિયાળાની ઠંડી વચ્ચે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો સાથે જ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઇસનપુર, ઓઢવ, અમરાઇવાડી, હીરાવાડી, નિકોલ, મણિનગર, મેઘાણીનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.