અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગેરકાનૂની ધંધા ઉપર ક્યાંકને ક્યાંક પોલીસની રહેમ નજર હોય તેવું સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. હજી એક દિવસ પહેલાં જ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં 500 પેટી જેટલો દારૂ કટીંગ થાય એ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડી લેવાયો હતો. ત્યારે બીજા દિવસે પણ ફરી SMCએ ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.75 હજારના મુદ્દામાલ સાથે 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા કુલ 10 આરોપીઓ પકડાયા હતા. જેમાં દેવરાજ ઉર્ફે ભીખો, દર્શન ઉર્ફે જશુ, સુરેશ, અશોક, કિરણ, દિનેશ, નાસીર, કાલુ, બાબુ અને રાજેશ નામના આરોપીઓ છે.સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગઇકાલની રેડ બાદ PI અને D સ્ટાફના PSI સહિત તેના સ્ટાફની કરાઈ બદલી કરી નાખવામાં આવી હતી.