અમદાવાદ : આગામી પહેલી ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં India vs New Zealand વચ્ચે રમાનાર T20 મેચ રમાશે. જેને લઈને સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે મેચ જોવા આવનાર લોકોના વાહન પાર્કિંગ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા માટે દૂર-દૂરથી આવે છે. મોટી સંખ્યામાં લોકો મેચ જોવા પહોંચે છે, પરંતુ મેચ જોવા આવતા લોકોને વાહન પાર્ક કરવાને લઈ ચિંતા થતી હોય છે. પોતાના વાહનનું પાર્કિંગ ક્યાં કરવું? પરંતુ મેચ જોવા આવતા લોકોના વાહન પાર્ક કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ show my parking એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરીને જવું પડશે. પહેલા show my parking – એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જે બાદ ફોર વ્હીલર અથવા તો ટુ વ્હીલર માટે પાર્કિંગ એડવાન્સ બુક કરવાનું રહેશે અને વાહન પાર્કના લોકેશન સુધી પહોંચવા માટે QR કોર્ડ સ્કેન કરવાનો રહેશે. QR કોર્ડ સ્કેન કરવાથી વાહન પાર્ક કરવાનું લોકેશન બતાવશે અને એડવાન્સ બુકીંગ કર્યું હશે તો તમે તમારું વાહન લઈ લોકેશન પર પહોંચશો, ત્યારે તમારું વાહન પાર્ક કરવા માટે જગ્યા ખાલી હશે. લોકો પોતાનું વાહન વ્યવસ્થિત પાર્કિંગ કરી શકશે અને મેચની મજા પણ માણી શકશે.