અમદાવાદ : શુભમન ગિલ (126*) ની આકર્ષક સદી બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડીયાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં મહેમાન ન્યૂઝીલેન્ડને રને પરાજય આપી ટી-20 સિરિઝ ચેમ્પિયન બની છે. પ્રથમ ટી-20 મેચ હાર્યા બાદ ભારતે શાનદાર વાપસી કરી અને હાર્દિક પંડ્યાની આગેવાનીમાં વધુ એક સિરીઝ જીતી છે.
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી સિરિઝની અંતિમ ટી-20માં પહેલા બેટિંગ કરીને ભારતે મહેમાન ટીમને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડીયાના યુવા ક્રિકેટર શુભમન ગીલે શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડીયાનો સ્કોર પહાડી કરવામાં મોટો ફાળો આપ્યો હતો.
અમદાવાદ ટી-20માં ટીમ ઈન્ડીયાનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડના ચાર મોટા ખેલાડીઓને આઉટ કરાવીને તેમની જીત અશક્ય કરી મૂકી હતી. ભારતીય બોલર્સની ધુઆધાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પત્તાના મહેલની માફક ખરી પડી હતી. ભારતીય બોલર્સે એટલી ટાઈટ બોલિંગ નાખી કે ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ રીતે ભારતને 168 જેટલા મોટા સ્કોરથી જીત મળી. જ્યારે અર્શદીપ સિંઘ, ઉમરાન મલિક અને શિવમ માવીને 2-2 સફળતા મળી હતી.