અમદાવાદ : ટૂંક જ સમયમાં અમદાવાદીઓને શહેરના સૌથી મોટા મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા મળશે. રિવરફ્રન્ટ ઉપર અંદાજે 60 કરોડના ખર્ચે પાર્કિંગ સુવિધા તૈયાર થઈ ગઈ છે. AMC 15 માર્ચે આ મલ્ટિલેવલ પાર્કિંગ ખુલ્લું મૂકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ઈવેન્ટ ગ્રાઉન્ડની સામેની બાજુ આ સ્માર્ટ પાર્કિંગની સુવિધા તૈયાર કરવામાં આવી છે. અહીં 1000 કાર માટેના પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. અટલબ્રિજ અને રિવરફ્રન્ટ ગાર્ડનને જોડતું મલ્ટીલેવલ પાર્કિંગ અમદાવાદીઓ પાર્કિંગની મોટી મુશ્કેલીને દૂર કરશે. શહેરના પાર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ મલ્ટીલેવલ પાર્કિંગ વધારો કરશે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર 8 માળનું મલ્ટીલેવલ પાર્કિંગ શરૂ થતાં પાર્કિંગની સમસ્યાથી રાહત મળશે. આ પાર્કિંગની એક ખાસિયત એ પણ છે કે અહીં રેમ્પ નહીં હોય, સંપૂર્ણપણે ઓટોમેટેડ પદ્ધતિથી પાર્ક થશે. અહીં ઇલેક્ટ્રિક કાર માટે અલગથી પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. તો પાર્કિંગ ચાર્જ ઓનલાઈન અને રોકડ પણ ચૂકવી શકાશે. અટલબ્રિજ અને રીવરફ્રન્ટ ગાર્ડનને જોડતું મલ્ટીલેવલ પાર્કિંગ અમદાવાદીઓ પાર્કિંગની મોટી મુશ્કેલીને દૂર કરશે. શહેરના પાર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ પાર્કિંગ વધારો કરશે અને શહેરીજનોએ પાર્કિંગની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.