29.1 C
Gujarat
Thursday, October 10, 2024

2024ની લોકસભાની ચૂંટણીમાં કોઇ સ્‍પર્ધા નથી, સમગ્ર દેશ PM મોદી સાથે છે : અમિત શાહ

Share

નવી દિલ્હી : મંગળવારના રોજ એક વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, આ વર્ષે જે પણ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. આટલુ જ નહીં, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્ષ 2024માં આયોજિત લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ સ્પર્ધા નથી, કારણકે દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપી રહ્યા છે.

ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં અમિત શાહે જણાવ્યું કે, 8 વર્ષના ટૂંકા ગાળામાં અમે 60 કરોડ ગરીબ લોકોના જીવનધોરણમાં સુધાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે ઘણી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. રેલવેમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે, સ્પેસ સેક્ટરમાં નવી પોલિસી લાવવામાં આવી છે અને અમે આ ક્ષેત્રમાં સૌથી આગળ પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ. ડ્રોન સેક્ટરમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ.તેમણે કહ્યું કે આ સરકારે પોતાના 8 વર્ષમાં ઘણું કામ કર્યું છે. તેથી જ આજે જનતાએ લોકસભામાં મુખ્‍ય વિરોધ પક્ષનું લેબલ કોઈને આપ્‍યું નથી.

આટલુ જ નહીં, અમિત શાહે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2024ની ચૂંટણીનો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ કહ્યું કે, ભારતે લગભગ તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિ કરી છે અને આપણી અત્યંત ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. આંતરિક સુરક્ષાથી લઈને દેશને ઉત્પાદનના હબ બનાવવા સુધી, અનેક ક્ષેત્રોમાં પ્રગતિ થઈ છે. ડિફેન્સ ક્ષેત્રમાં આપણી અન્ય દેશો પરથી નિર્ભરતામાં ઘટાડો થયો છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ભારતની સફળતાની નોંધ વૈશ્વિક ધોરણે લેવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles