અમદાવાદ : આવતીકાલથી શરુ થનાર CNG પંપ ચાલકોની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં મળેલ એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ રાજ્યના સીએનજી પંપ પર હડતાળ મૂકવાની જાહેરાત કરી હતી. કમિશન વધારવાની માંગ સાથે આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી જોકે, હવે શુક્રવારથી હડતાળ પર જવાનો પ્લાન મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ચોક્કસ સમયમાં નિર્ણય નહીં લેવાય તો ફરી એકવાર હડતાળની જાહેરાત કરવામાં આવી શકે છે.
એક રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં મળેલ CNG ડીલર્સની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો જોકે, તેના કમિશનમાં વધારો કરવાની માંગ અને રજૂઆતો બાદ નિર્ણયના લેવાતા રાજ્યના CNG સંચાલકો દ્વારા હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જોકે, હવે તે નિર્ણયને પડતો મૂકવામાં આવ્યો છે. એટલે કે રાજ્યના તમામ સીએનજી પંપ ચાલુ જ રહેશે.