View this post on Instagram
અમદાવાદ : દેશ હોળીના રંગમાં રંગાઈ ચૂક્યા છે. ભારતીય ક્રિકેટર્સે પણ અમદાવાદમાં હોળીની ઉજવણી કરી. ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ બસમાં હોળી રમી. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત શર્મા ઘણું એન્જોય કરતા જોવા મળી શકે છે. પ્લેયર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર ઉજવણીની બીજી પણ ઘણી તસવીરો પોસ્ટ કરી છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મંગળવારે શાનદાર રંગોથી ધૂળેટી રમી હતી. હોળીના અવસર પર ટીમ ઇન્ડિયા અલગ મૂડમાં જોવા મળી હતી રંગોના આ તહેવારમાં કોહલી પણ લાલ-પીળા રંગમાં જોવા મળ્યો હતો. રોહિત, કોહલી, શ્રેયસ અય્યર, શુભમન ગિલની મસ્તી જોઈને ફેન્સ પણ પૂછવા લાગ્યા કે તેમને શું થયું? કોહલી પોતાને ડાન્સ કરતા રોકી શક્યો નહોતો.
વિડીયોમાં વિરાટ કોહલી બેબી કામ ડાઉન કહેતો અને નાચતો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં હોળીનું જાણીતું ગીત ‘રંગ બરસે ભીગે ચુનર વાલી’ વાગી રહ્યું છે. પાછળથી કેપ્ટન રોહિત શર્મા ગુલાલ ઉડાડતો જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર યાદવએ પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઉજવણીની તસવીરો શેર કરી છે.