અમદાવાદ : ઓસ્ટ્રેલિયાના PM એન્થોની એલ્બનીઝ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું. તેમની મુલાકાતના પગલે સાબરમતી ગાંધી આશ્રમ આસપાસ સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના PM ગાંધી આશ્રમ બાદ સીધા રાજભવન જશે.
ઓસ્ટ્રેલિયાના PM અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના PM એન્થોની એલ્બનીઝ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધી આશ્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના PMએ ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગાંધી આશ્રમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઓસ્ટ્રેલિયાના PMને 1982માં ઓસ્ટ્રેલિયાના થોમસ વેબર, રિસર્ચર દ્વારા લખાયેલા સોલ્ટ માર્ચ પુસ્તકની ભેટ અપાઈ હતી. ગાંધીજી ઇન અમદાવાદ પુસ્તક પણ ભેટ રૂપે અપાયું હતું. આ સાથે જ ચરખાનું મોડલ પણ ભેટમાં આપવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, PM મોદી આવતીકાલે રાત્રે અમદાવાદ આવશે. મેચ પહેલા પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 8 માર્ચથી 13 માર્ચ સુધી સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન રહેશે.