અમદાવાદ : અમદાવાદના સોલામાં આવેલ આર સી ટેક્નિકલ કોલેજમાં એક ફૂલ દો માળી વચ્ચે ખૂની ખેલની ઘટના સામે આવી.એક યુવતીના પ્રેમમાં બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. જેમાં ઉશ્કેરાઈ જઈને મિત્રએ મિત્રની છરી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલામાં આર.સી. ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રિન્સ પટેલને કોલેજના ગેટ પાસે જ તેના મિત્ર સાગર પટેલે છરીથી હુમલો કરી હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. બંને મિત્રો વચ્ચે એક યુવતી સાથે બોલવા બાબતે લાંબા સમયથી ઝગડો ચાલી રહ્યો હતો. લગભગ એક અઠવાડિયા પહેલા આરોપી સાગરે પ્રિન્સને યુવતી સાથે વાત નહિ કરવાની ધમકી આપી હતી. પરંતુ તેમ છતાં પ્રિન્સ વાતચીત કરતો હોવાથી છરીથી હુમલો કરી હત્યા કરી હતી
બારેજામાં રહેતો પ્રિન્સ પટેલ નામનો યુવક આરસી ટેકનિકલમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ કોલેજમાં તેનો મિત્ર સાગર પટેલ મળવા આવતો હતો. પ્રિન્સની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે સંબધ હતો. યુવતીની સાગર અને પ્રિન્સ સાથેની મિત્રતાએ બન્ને મિત્રોને એકબીજાના દુશ્મન બનાવી દીધા હતા અને સાગરે પ્રિન્સને યુવતીથી દૂર રહેવાની ધમકી આપી હતી. પરંતુ પ્રિન્સ તેની વાત નહિ માનતા સાગરે ઉશ્કેરાઇ જઈને છરીથી કોલેજમાં હુમલો કરી દીધી. જ્યાં સારવાર દરમ્યાન પ્રિન્સનું મોત નીપજ્યું. સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.